- કુકરવાડા ગામે યાત્રા કરાવવાના નામે છેતરપિંડી
- હરિદ્વાર લઈ જવાના નામે ઉઘરાવ્યા રૂ.3 હજાર
- આરોપી યાત્રાના નામે કુલ રૂ.1.85 લાખ ઉઘરાવ્યા
મહેસાણાના વિજાપુરમાં યાત્રાના નામે ઠગાઈ થઇ છે. જેમાં કુકરવાડા ગામે યાત્રા કરાવવાના નામે છેતરપિંડી થઇ છે. તેમાં હરિદ્વાર લઈ જવાના નામે રૂ.3 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં આરોપીએ યાત્રાના નામે કુલ રૂ.1.85 લાખ ઉઘરાવ્યા છે. તેમાં રૂપિયા પડાવી હરિદ્વાર ન લઈ જઈ છેતરપિંડી કરી છે.
સમગ્ર મામલે ચેતન લખવારા, કૌશિક મોદી સામે ફરિયાદ
સમગ્ર મામલે ચેતન લખવારા, કૌશિક મોદી સામે ફરિયાદ થઇ છે. મહેસાણાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામનો આ મામલો સામે આવ્યો છે. ચાલો હરિદ્વાર ફ્રી સેવાના નામે ઠગાઈ કરવામાં આવી છે. તેમાં હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવાનું કહ્યું હતુ. જેમાં ફ્રી સેવાના નામે રૂપિયા 3000 ઉઘરાવ્યા હતા. રૂપિયા 1.85 લાખ ઉઘરાવી લીધા ઉપરાંત પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા.
વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
રૂપિયા પડાવ્યા પણ હરિદ્વાર ના લઈ ગયા અને રૂપિયા પરત પણ ના આપ્યા હતા. તેથી ચેતન લખવારા અને કૌશિક મોદી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમજ વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


