- સુખદેવ સિંહ ગોગામેડી પંચતત્વમાં થશે વિલીન
- પૈતૃક ગામમાં કરાશે અંતિમ સંસ્કાર
- જયપુરની ભવાની નિકેતન શાળામાં અંતિમ દર્શને લવાયો નશ્વરદેહ
કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીનો આજે તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનો નશ્વરદેહ જયપુરમાં રાજપૂત સભા ભવન ખાતે લોકોના અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે.
અંતિમ દર્શ માટે લવાયો નશ્વરદેહ
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીનો નશ્વરદેહ જયપુરની શ્રી ભવાની નિકેતન સ્કૂલ એન્ડ કોલેજમાં લોકોના અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે. લોકો અંતિમ દર્શન માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.
અંતિમ દર્શન માટે ભીડ ઉમટી
રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ વિરોધ, વિક્ષેપ અને પત્ની શીલા શેખાવતની સંમતિ બાદ, સુખદેવ સિંહ ગોગામેડીનો મૃતદેહ ગુરુવારે સવારે એસએમએસ હોસ્પિટલથી જયપુરમાં રાજપૂત સભા ભવન લાવવામાં આવ્યો હતો. સુખદેવના નશ્વર દેહના અંતિમ દર્શન માટે અહીં લોકોની ભીડ એકઠી થવા લાગી છે. બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી લોકો અંતિમ દર્શન માટે રાજપૂત ભવન પહોંચી રહ્યા છે.
બપોરે લઇ જવાશે વતન
મળતી માહિતી મુજબ, સુખદેવ સિંહના નશ્વર દેહને બપોરે 2 વાગ્યે તેમના વતન ગામ ગોગામેડી લઈ જવામાં આવશે. સુખદેવ સિંહની અંતિમ દર્શન યાત્રા ચૌમુ, રિંગાસ, સીકર, લક્ષ્મણગઢ, ફતેહપુર, ચુરુ, તારાનગર, સાહવા, ભદ્ર થઈને ગોગામેડી પહોંચશે. આ સમય દરમિયાન, લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે.
અંતિમ દર્શન- શ્રદ્ધાંજલિ
- રાજપૂત સભા ભવન (6:45 am)
- ભવાની નિકેતન મુખ્ય દ્વાર (7:00)
- ચૌમુ (7:45)
- રીંગા (8:15)
- સીકર (8:45)
- લક્ષ્મણગઢ (9:15)
- ફતેહપુર (9:45)
- ચુરુ (10:15)
- તારાનગર (11:15)
- સાહવા (બપોરના 12:00 વાગ્યે)
- ભદ્રા (12:45)
- રહેઠાણ ગોગામેડી (2:00)
કરણી સેના પ્રમુખની હત્યામાં ઉદયપુર કનેક્શન
ઉદયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યાનું કનેક્શન જાણવા મળી રહ્યું છે. ફૂટેજના આધારે, બે શૂટરોના નામ સામે આવ્યા છે, જેમાંથી એકની ઉદયપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
FIRમાં અશોક ગેહલોત અને DGPના નામ
સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પત્ની શીલાએ કેસ દાખલ કર્યો છે. જેમાં આશ્ચર્યની વાત એ છે કે ફરિયાદમાં અશોક ગેહલોત અને રાજસ્થાનના ડીજીપીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે સુખદેવ સિંહ બે વર્ષથી અશોક ગેહલોતની સરકારમાં સુરક્ષાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમને સુરક્ષા આપવામાં આવી ન હતી.


