- પશુઓને સારી અને સુરક્ષિત સ્થળે રાખવાની જવાબદારી તમારી
- માલધારીઓએ પશુઓની દયનિય હાલતના ફોટા કોર્ટમાં રજૂ
- AMC દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી શરૂ: સરકાર
હાલમાં અમદાવાદ ખાતે ઢોરવાડામાં મુંગા પશુઓના મૃતદેહ મળી આવ્યા હતા. જે પછી માલધારી સમાજ દ્વારા AMC સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અંગેની નોંધ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ લેવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસ્પિલ કોર્પોરેશની પાસે 24 કલાકમાં જવાબ માંગ્યો છે.
આ અંગે આજે વિશેષ સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, પશુઓને તકલીફ પડે એ ન ચાલવી લેવાય તેમ નહીં. આ માટે 24 કલાકમાં જવાબ આપો નહીં તો અમે આદેશ કરીશું. તેમજ 24 કલાકની અંદર વિગતવાર જવાબ કોર્ટમાં ફાઇલ કરો. છેલ્લા થોડાં દિવસથી અમદાવાદના ઢોરવાડામાં મૃત પશુઓના મામલે વિવાદ સામે આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે વિવિધ મામલે ટકોર કરતાં જણાવ્યું કે, નવી નીતિના અમલ કરવામાં નિર્દોષ પશુઓનો ભોગ ન લેવાય તેની પણ કાળજી રાખવી જોઇએ. માત્ર કાગળ પર કાર્યવાહીના નામે બેદરકારી, ભૂલો જ હોય તમારી છે. કાર્યવાહીના નામે બેદરકારીનું ઉદાહરણ ના બનો.
આ તરફ માલધારીઓએ પશુઓની દયનિય હાલતના ફોટા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જેની સાથે જ સરકારે રજૂ કરેલા એક્શન ટેકન રિપોર્ટની પર કોર્ટે ટકોર કરી છે અને આવતીકાલે 11 વાગ્યે સરકારના જવાબ પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ તરફ સરકાર તરફથી એવી રજુઆત કરવામાં આવી છેકે, AMC દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં હોટ સ્પોટ વિસ્તારોમાં રખડતા ઢોરને પકડી લેવાયા પણ છે. ઢોરને પકડી યોગ્ય સ્થળે ઢોરવાળામાં મુકાઈ રહ્યા છે. જેના મામલે તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે.


