- ગ્રાંટેડ કોલેજના અધ્યાપક સહાયકોને લાભ
- બઢતી, ઉચ્ચતર પગારધોરણ સહિતના ફાયદાઓ મળશે
- અનુદાનિત કોલેજોમાં નોકરી ધરાવતા સ્ટાફને થશે ફાયદો
ગુજરાતમાં ગ્રાંટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ માટે લાભ મળશે. આમ ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોને આજે એક સારા સમાચાર મળ્યા છે.
આ મામલે વધુ માહિતી પ્રમાણે બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં આ ગ્રાન્ટેડ કોલેજોમાં નોકરી ધરાવતા અધ્યાપક સહાયકોની પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. આ ઉપરાંત તેમને વધુમાં બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ માટેના લાભ પણ મળશે. ઓગસ્ટ 2005ના ઠરાવથી નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકને લાભ મળશે, આવા બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની ફિક્સ પે ની સેવાઓને સળંગ ગણાશે. ફિક્સ પે વખતના પાંચ વર્ષના સમયગાળાને શરતોને આધિન ગણતરીમાં લેવાશે. પ્રમોશન , સિનિયોરીટી , હાયર સ્કેલ અને નિવૃત વિષેયક લાભો માટે ફિક્સ પે ના પાંચ વર્ષને પણ ગણતરીમાં લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આમ સરકાર દ્વારા અધ્યાપક સહાયકો માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની અનુદાનિત કોલેજોમાં નોકરી કરતા અધ્યાપક સહાયકોને તેનો લાભ મળશે.
ઠરાવ મુજબ, રાજયની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં વિભાગના તા.25/08/2005 ના ઠરાવથી નિમણૂક પામેલ અધ્યાપક સહાયકને તેઓની પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓનેબઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો આપવા માટે સેવા તરીકે નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે.આવી ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ અને નિવૃત્તિ વિક લાભોની ગણતરી માટે જ ધ્યાને લેવાશે,, આ વિવાય અન્ય કોઇપણ પ્રકારના સેવાકીય/નાણાકીય લાભ મળવા પાત્ર થશે નહીં. આ ફિક્સ પગારની સેવા ધ્યાને લેવાને કારણેપગારબાંધણી થતાં નક્કી થતાં પગારનો તા.31/03/2019 સુધીના સંપૂર્ણ સમયગાળા સુધીનો કોઇપણ તફાવત રોકડમાં કે અન્ય કોઇપણ રીતે ચૂકવવા પાત્ર થશે નહી. અર્થાત તા. 31/03/2019 સુધીના સમયગાળા માટે આ ગણતરીમાં નોશનલ કરવાની રહેશે તેમજ તા.31/03/2019 સુધીના સમયગાળાનું કોઇ એરીયર્સ મળવા પાત્ર થશે નહીં. આ ફિક્સ પગારની સેવાના સમયગાળા માટે કોઇપણ પ્રકારના ઇજાફા ગણતરીમાં, નોશનલના હેતુ માટે પણ ધ્યાને લેવાના રહેશે નહીં.
આ લાભો 01-04-2019ની અસરથી મળવા પાત્ર થશે
જે કર્મચારીઓને હાલની તારીખે જુની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જુની પેન્શન યોજના લાગુ પડશે. જે કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે તેઓને નવી પેન્શન યોજના જ લાગુપડશે. અર્થાત ફિક્સ પગારની નોકરીનો સમયગાળો ધ્યાને લેવાના કારણે તેઓને હાલમાં લાગુ પડેલી પેન્શન યોજનામાં કોઇ ફેરફાર કરવામાંઆવશે નહીં. આ લાભો 01-04-2019ની અસરથી મળવા પાત્ર થશે.


