- લખનૌમાં અટલ આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન
- ઉપરાષ્ટ્રપતિએ સ્વાસ્થ્ય મેળાનુ કર્યુ ઉદ્ઘાટન
- કહ્યું આજે ભારત દુનિયાને દિશા આપી રહ્યું છે.
લખનૌના રાજાજીપુરમમાં અટલ આરોગ્ય મેળાનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, લખનૌના મેયર સુષ્મા ખાર્કવાલ અને રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ અટલજીને ખૂબ યાદ કરે છે. અટલજી પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા. જ્યારે હું કેન્દ્રમાં મંત્રી હતો ત્યારે મને યુરોપિયન સંસદમાં જવાની તક મળી. મને 15 દિવસ સુધી અટલજીનો સાથ મળ્યો હતો.
ભારત વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા તરફ- ઉપરાષ્ટ્રપતિ
આ અવસર પર તેઓએ વધુમાં જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે. જો અટલજી આજે જીવતા હોત તો તેઓ જોતા હોત કે ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા છે. આજે દુનિયા આપણી તાકાતને ઓળખી રહી છે. આગામી પાંચ વર્ષમાં આપણે જાપાન અને જર્મનીને પાછળ છોડી દઈશું.
સ્વાસ્થ્ય એ શાસન વ્યવસ્થાની પ્રાથમિકતા
જગદીપ ધનખડે કહ્યું કે સ્વાસ્થ્યએ આજની શાસન વ્યવસ્થાની પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી. આજે લોકો તેનું મહત્વ સમજી રહ્યા છે. આપણે સ્વસ્થ રહીએ તે ખૂબ જ જરૂરી છે. તમારી પાસે ગમે તેટલી પ્રતિભા હોય, જો તમે સ્વસ્થ નહીં હોવ તો તમે કંઈ કરી શકશો નહીં. સ્વસ્થ જીવન એ જ જીવન છે. જો તમારે ખુશ રહેવું હોય તો સ્વસ્થ રહો. દરેક ઘરમાં શૌચાલયનો વિચાર આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. ભારત જેવા વિશાળ દેશમાં દરેક ઘરમાં શૌચાલય છે. અટલજીનું સપનું આજે પૂરું થઈ રહ્યું છે. અટલજી કહેતા હતા કે બે કાયદા, બે નિશાન નહીં ચાલે. આજે કલમ 370 ઈતિહાસ બની ગઇ છે. અન્ય તમામ સમસ્યાઓ હલ કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત વિશ્વને દિશા આપી રહ્યું છે. જી-20ના આયોજને દેશને વિચારવા પર મજબૂર કરી દીધુ છે.


