WORRY CHRISTMAS
ક્રુડના પરિવહન ઉપર એટેક : નવા વર્ષમાં મોંઘવારી ફાટી નિકળશે
ભારતને યુધ્ધમાં જોતરવા ચીનની ખંધી ચાલ : ઇરાનને હાથો બનાવી ભારતિય દરિયામાં જહાજ ઉપર ડ્રોન એટેક : લાલ સમુદ્ર ભારતિય ક્રુ ધરાવતી ત્રણ શીપને બનાવી નિશાન
પ્રેમ અને કરૂણાના મસિહા ભગવાન ઇસુનો આજે જન્મ દિવસ છે. વિશ્વ ભગવાન ઇશુના જન્મદિવસને ઉજવે છે પરંતુ આજે ફરી એક વખત વિશ્વ યુધ્ધના માર્ગે જઇ રહયુ છે યુક્રેઇન અને રશિયાની વોરનો અંત નથી આવ્યો.બીજી બાજુ હમાસ અને ઇરાક વચ્ચેના યુધ્ધની જવાળાઓની લપેટમાં હવે વિશ્વના અન્ય દેશો પણ આવી રહયા છે. છેલ્લા ૪૮ કલાકમાં ભારતના અરબી સમુદ્રમાં એક માલવાહક જહાજ ઉપર ડ્રોન હુમલો થયો છે. જયારે યમન નજીકના લાલ સમુદ્રમાં ભારતિય ક્રુ હોય એવી બે શીપ ઉપર હુથી વિદ્રોહીઓએ હુમલો કર્યો છે. આ હુમલા પાછળ ઇરાન ઉપરાંત ચીનનો હાથ છે.
આ હૂમલા કારણે યુધ્ધમાં ભારતને પોતાનું સ્ટેન્ડ નકકી કરવા દબાણ ઉભુ કરાય છે. પરંતુ મુખ્ય વાત એ છે કે સુએઝ કેનાલ મારફત થતો દરિયાઇ માર્ગે થતો વ્યહવાર આગામી દિવસોમા ઠપ્પ થશે. વિશ્વની ટોચની દસથી વધુ કંપનીઓએ સુએઝ કેનાલ મારફતે તેમના શીપનું પરિવહન બંધ કરી દીધુ છે. વધુ કંપનીઓ આ હુમલાને કારણે તેમનો વેપાર બંધ કરી દેશે. જેને કારણે તેલ,ગેસ,ઇંધણ સહિતના માલપરિવહન ઉપર મોટી અસર થશે. એક વખત કાચા તેલની શોર્ટ સપ્લાય થશે એટલે વિશ્વમાં પેટ્રોલ,ડિઝલ,ગેસ સહિતના ઇંધણના ભાવને અસર થશે. એ માત્ર કાર સહિતના વાહનોને જ અસર નહિ થાય. ઇંધણ થકી જ તમામ વ્યહવાર ચાલતો હોવાથી વિશ્વભરમાં મોંઘવારી ભરડો લેશે. જેમાં ભારત પણ બાકાત નહી રહે.

ભારતિય જળસિમામાં શીપ ઉપર એટેકથી ચિંતા વધી
ગત શનિવારે ભારતિય જળસિમામાં અરબી સમુદ્રમાં વેરાવળથી 3૭૦ કિલોમીટર દુર પ્લુટો નામના જહાજ ઉપર ડ્રોન હુમલો થયો છે જે ભારત માટે સુરક્ષાની દ્રષ્ટીએ ચિંતાજનક બાબત છે. આ ઉપરાંત ભારતિય ક્રુ ધરાવતી બે શીપ ઉપર છેલ્લા ૪૮ કલાકમા હુમલા થયા છે. આ પાછળ ઇરાનને આગળ ધરી ચીન ભારતને ટાર્ગેટ બનાવતુ હોય એવી આશંકા સેવાય છે. મતલબ કે હમાસ યુધ્ધમાં ભારતને પણ પડકાર ફેંકાયો છે. ભારતે તેનો અભિગમ સ્પષ્ટ કરવો પડશે.


