- રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ અસંભવ
- તુર્કીમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, 55 હજાર લોકોના મોત
- ધર્મ-ભૂમિ મુદ્દે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ
વર્તમાન વર્ષ 2023 ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે. આ વર્ષ વિશ્વ માટે વિનાશકારી રહ્યુ છે. આ વર્ષ તુર્કીના ભૂકંપથી શરૂ થયું અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે સમાપ્ત થયું. વિશ્વભરમાં ભૂકંપ સાથે રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ મહાયુદ્ધે વિનાશ વેતર્યો છે.
તુર્કીમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ
2023 ના શરૂઆતના મહિનાઓમાં, ફેબ્રુઆરી દરમિયાન, તુર્કી એક ભૂકંપથી હચમચી ગયું હતું. આ ભૂકંપની તીવ્રતા 7.5 હતી, જેણે સમગ્ર વિશ્વને ચિંતિત કરી દીધું હતું. આ સમયગાળા દરમિયાન લગભગ 55 હજાર લોકોના મોત થયા હતા અને 1 લાખથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ શરૂ થયું હોવા છતા યથાવત છે. વર્ષ 2023 માં એક વર્ષ પૂર્ણ થયું. આ સમયગાળા દરમિયાન, રશિયા અને યુક્રેનના લાખો સૈનિકો મૃત્યુ મોતને ભેટ્યા અને હજારો લોક ઇજાગ્રસ્ત થયા છે. હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થવાના આરે નથી. આ યુદ્ધ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પણ જીવલેણ હુમલો થયો હતો. હાલ બન્ને દેશ વચ્ચે ડ્રોન હુમલાઓ યથાવત છે.
ધર્મ-ભૂમિ મુદ્દે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ
વર્ષની છેલ્લી ઘડીએ 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર ઘાતક હુમલો કર્યો. આ પછી ઈઝરાયેલે પેલેસ્ટિનિયન કટ્ટરપંથી જૂથ હમાસ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી. આ સમયગાળા દરમિયાન, ગાઝા પટ્ટીમાં 20 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગાઝામાં યુદ્ધના કારણે જ્યારે ઇઝરાયેલના અનેક લોકોને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. યુદ્ધવિરામને લઇ UNમાં ચર્ચાવિચારણા ચાલી રહી છે.

સુદાનમાં હુમલો
સુદાનીઝ સશસ્ત્ર દળો (SFA) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) વચ્ચે 15 એપ્રિલ 2023ના રોજ હિંસક ઘર્ષણ શરૂ થયું હતું. આ સમયગાળા દરમિયાન, RSF એ સુદાનમાં ઘણી સરકારી જગ્યાઓ પર હુમલો કર્યો, જેના કારણે ખાર્તુમ અને ડાર્ફુરમાં તીવ્ર લડાઈ થઈ. 2019 માં, SFA અને RSF એ ઓમર અલ-બશીરને સત્તા પરથી હટાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે, બાદમાં બંને વચ્ચે વાત ન બની અને તેઓ એકબીજામાં લડવા લાગ્યા. આ દરમિયાન 200 થી વધુ લોકોના મોત થયા હતા. ઓપરેશન કાવેરીની મદદથી ભારત સરકારે સુદાનમાં ફસાયેલા 3862 નાગરિકોને દેશમાંથી બહાર કાઢ્યા છે.

યુનાઇટેડ કિંગડમનો તાજ..!
બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા પ્રિન્સ ઑફ વેલ્સ ચાર્લ્સ 6 મે, 2023 ના વેસ્ટમિંસ્ટર એબ્બેમાં યુનાઈટેડ કિંગડમના રાજાનો તાજ પહેર્યો. વર્ષ 2022 સપ્ટેમ્બરમાં મહારાની એલિજાબેથનું મૃત્યુ પછી પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. રાજ્યાભિષેક સમારોહમાં વિશ્વભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં ભારત વતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાગ લીધો હતો.

“ટાઇટેનિક”ની ખોજમાં જળસમાધી
ઓશનગેટ એક્સપિડીશન્સ દ્વારા સંચાલિત સબમર્સિબલ ટાઇટનનો 18 જૂન, 2023ના રોજ ટાઇટેનિકના ભંગારમાંથી ડાઇવ દરમિયાન સંપર્ક તૂટી ગયો હતો. આગલા ચાર દિવસ સુધી આખી દુનિયા આ ઘટનાને લઈને ચિંતિત રહી. જો કે, ચાર દિવસ પછી સબમર્સિબલ ટાઇટનનો કાટમાળ મળી આવ્યો હતો અને પુષ્ટિ કરવામાં આવી હતી કે સબમર્સિબલમાં સવાર તમામ 5 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઉત્તર કોરિયાએ યુક્રેન યુદ્ધ માટે રશિયાન સાથે કરી હથિયાર ડીલ?
ઉત્તર કોરિયાના નેતા અને સરમુખત્યાર કિમ જોંગ ઉને સપ્ટેમ્બર 2023માં રશિયાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને હોસ્ટ કર્યા હતા. બંનેએ વિશ્વને તેમની મજબૂત મિત્રતાનો સંકેત આપ્યો. આ સમય દરમિયાન ઉત્તર કોરિયાએ યુક્રેન યુદ્ધ માટે રશિયાને શસ્ત્રો આપવાનું વચન પણ આપ્યું હતું, જેના બદલામાં રશિયાએ સ્પેસ ટેક્નોલોજી શેર કરવાનું વચન આપ્યું હતું.


