- અકસ્માતના નવા કાયદા મુદ્દે કેન્દ્ર સરકારને ભલામણ પત્ર
- ડ્રાઈવરનું હિત સચવાય તે અંગે વિચારણા કરવા માંગ
- લોકોના રોષનો ભોગ બને છે એસટી ડ્રાઈવર
કેન્દ્ર સરકારને ભલામણ પત્ર
જેને લઈને એસટી નિગમના કર્મચારી યુનિયને સરકારને પત્ર લખ્યો છે. એસટી કર્મચારી યુનિયન દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં ભલામણ કરવામાં આવી છે. અકસ્માતના નવા કાયદા મુદ્દે કેન્દ્ર સરકારને ભલામણ કરવા પત્ર લખ્યો છે અને હિટ એન્ડ રનના નવા કાયદા બાબતે કેન્દ્ર સરકારને ભલામણ કરવા પત્ર લખ્યો છે.
ડ્રાઈવરોના હિત અંગે વિચારણા કરવા માંગ
કેન્દ્ર સરકાર કાયદામાં ફેર વિચારણા કરે તેવી એસટી કર્મચારી યુનિયને પત્રમાં માંગ કરી છે. જો સરકાર આ હિટ એન્ડ રનના કાયદામાં ફેર વિચારણા નહીં કરે તો એસટી કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ડ્રાઈવરનું હિત સચવાય તે અંગે વિચારણા કરવા માંગ કરવામાં આવી છે. કારણ કે, હિટ એન્ડ રનના બનાવ બને છે ત્યારે સામાન્ય જનતા મોટા વાહનને જ કસુરવાર માને છે અને જનતાના રોષનો ભોગ ડ્રાઈવરોએ બનવુ પડે છે.

હિટ એન્ડ રનનો કાયદો શું છે?
કેન્દ્ર સરકારે ગુનાને લઈને નવો કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈની ઉપર ચડીને ભાગી જાય તો તેને 10 વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતા અને તે પોલીસ સ્ટેશનમાંથી જ બહાર આવી જતો હતો. જો કે આ કાયદા હેઠળ બે વર્ષની જેલની જોગવાઈ પણ હતી.
રાજ્યભરના ડ્રાયવરો હડતાળ પર
ડ્રાઇવર્સની હડતાળને પગલે વિવિધ સેવાઓને અસર થઇ રહી છે. અકસ્માત કેસમાં નવા કાયદાને લઇ ડ્રાઇવર્સનો વિરોધ છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓની સેવાઓને અસર થઇ છે. રાજ્યભરમાં ડ્રાઇવર્સનો વિરોધ ચાલી રહ્યો છે. તેમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાય પર અસર પડી શકે છે. વાહન ચાલકોએ ટાયર સળગાવી રસ્તા બ્લોક કર્યા છે. હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે. રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાળ છે. ડ્રાઈવરોને લઈ બનાવાયેલા નવા કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. અકસ્માતના નવા કાયદાને લઈ વિરોધ છે જેમાં અકસ્માતમાં 10 વર્ષની સજાની કાયદામાં જોગવાઈ કરાઇ છે તથા કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ થતા તમામ ડ્રાઇવરો વિરોધ પર ઉતર્યા છે.
જીવન જરુરી ચીજ વસ્તુઓ પર સીધી અસર
જીવનજરૂરી ચીજ વસ્તુઓને સીધી અસર થઈ રહી છે. હડતાળને રાજ્યભરના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યાં છે જેની સીધી અસર ફળ, ફૂલ, શાકભાજી, કરિયાણું, દૂધ તેમજ ઉદ્યોગો પર પડી રહી છે. અંબાજી, વિસનગર, સિદ્ધપુર, અમદાવાદના વાહન અટવાયા છે. છોટાઉદેપુરના ગોલાગામડી ગામે ટ્રક ડ્રાઈવરનો વિરોધ છે. આણંદ અમૂલ ડેરીનાં 150થી વધુ ટેન્કર ચાલકો પણ હડતાળ પર છે. 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે બંધ કર્યો છે. સ્ટેટ હાઈવે જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કાયદો રદ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે. નવસારી જિલ્લાના ટ્રક ચાલકો પણ હડતાળ પર છે. કામરેજ ટોલનાકા પાસે નેશનલ હાઇવે પણ બ્લોક કરી દેવાયો હતો. ટ્રક ચાલકો હડતાળ પર ઉતરતા ક્વોરી ઉદ્યોગોને નુકસાન થયુ છે.
નવા કાયદા સામે ટ્રક ચાલકોમાં રોષ
સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે આ સંપૂર્ણપણે ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. આ અંગે ગ્રેટર નોઈડાના ઈકોટેક 3 વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરોએ પોતાના વાહનો પાર્ક કરીને રોડ બ્લોક કરી દીધો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો હટાવ્યા હતા.


