- સેવાલીયામાં વર્ષોથી દબાણોને કારણે ટ્રાફ્કિ સમસ્યાઓ સર્જાતી હતી
- બજારના દબાણો દૂર કરવા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું
- માત્ર 10 મીટર સુધી જ દબાણો દૂર કરી વહાલા દવલાની નીતિ અપનાવાઈ
ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયામાં વર્ષોથી દબાણોને કારણે ટ્રાફ્કિ સમસ્યાઓ સર્જાતી હતી. સરકાર દ્વારા સેવાલીયા જુના ગોધરા રોડથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેને જોડતા બડેવિયા બ્રિજ સુધી પ્રગતિપથ માર્ગ મંજુર કરવામાં આવેલ છે, જે રોડ ફેર લેન બનાવાશે. બુધવારે ગ્રામજનોએ સેવાલીયા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો અને સેવાલીયા બજારના દબાણો તાત્કાલિક અસરથી 10 દિવસમાં દૂર કરી રોડનું કામ વહેલી તકેપૂર્ણ કરવા માગણી કરી છે.
ફૂટપાથ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જોકે આ રોડના કામ માટે રોડની બન્ને બાજુમાં 12-12મીટર જગ્યા ખુલી કરવી જરૂરી હતી જેમાં સેવાલીયા ગામ (પાલી)ના ગ્રામજનોની માલિકીની દુકાનો અને મકાનો અને જમીનો આવેલ હતી જ્યારે સેવાલીયા બજાર વિસ્તારમાં જ્યાં સૌથી વધુ સરકારી માલિકીમાં દબાણોને કારણે ટ્રાફ્કિ સહિતની સમસ્યાઓ રહે છે. વર્ષો બાદ રોડનું કામ થવાથી ગામના વિકાસને ગતિ મળતી હોય સેવાલીયા ગામના ગ્રામજનોએ પોતાના સ્વખર્ચે પોતાના માલિકીની દુકાનો મકાનો જમીનો 12 મીટર સુધી ખુલ્લી કરી રોડ વિભાગને મદદરૂપ બન્યા હતા ત્યારે સેવાલીયા બજારમાં પણ મોટાભાગના વેપારીઓએ પોતાના ખર્ચે દબાણો દૂર કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ બજારના કેટલાક રાજકીય વગ ધરાવતા વેપારીઓ ગાંધીનગર સુધી ધક્કા ખાઈ રોડ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર દબાણ કરી મુખ્ય સરકારી દબાણો તોડવા નથી અને માત્ર 10 મીટર સુધી જ દબાણો દૂર કરી વહાલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે.


