- UPની રાજ્યસભાની 10 બેઠકો માટે મતદાન પૂર્ણ
- ભાજપના 8 અને સપાના 2 ઉમેદવારોની જીત નિશ્ચિત
- સપાના એક ધારાસભ્યનો મત અમાન્ય જાહેર કરાયો
રાજ્યસભાની 10 બેઠકો માટે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપે 8 તો સમાજવાદી પાર્ટી 3 ઉમેદવારો ઉતાર્યા છે. મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે વિજેતાઓના નામ જાહેર થઈ ગયા છે. ઉત્તર પ્રદેશની 10 બેઠકો માંથી 8 બેઠકો પર ભાજપના તમામ ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે સમાજવાદી પાર્ટીના 2 ઉમેદવારોની જીત થઈ છે.
ભાજપના 8 અને સપાના 2 ઉમેદવારોની જીત
રાજ્યસભાની ચૂંટણીની મતગણતરીનો અંતિમ તબક્કો પૂર્ણ થયા બાદ ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. જેમાં, ભાજપના તમામ 8 ઉમેદવારોની જીત થઈ છે તેમજ સપાના 3 માંથી 2 ઉમેદવારોની જીત થઈ છે.
સપાના એક ધારાસભ્યનો મત અમાન્ય જાહેર કરાયો
રાજ્યસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. બરેલીના સપા ધારાસભ્ય શજીલ ઈસ્લામનો મત અમાન્ય જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામ ધારાસભ્યોએ મતદાન કરી દીધું છે. હવે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપના આઠમા ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.


