- રોડ નહીં તો વોટ નહીં સાથે ચૂંટણી બહિષ્કાર
- કાર્યકરોએ પ્રચાર માટે ગામમા પ્રવેશ કરવો નહી તેવુ બેનરમા જણાવ્યુ
- રોડની ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી
જંબુસર તાલુકાના વિકાસથી વંચિત ખાનપુર દેહગામે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હોવાના તથા કોઈપણ રાજકીય પક્ષના કાર્યકરોએ પ્રચાર માટે ગામમા પ્રવેશ કરવો નહી તેવુ બેનરમા જણાવ્યુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર તાલુકાના પાંચ હજારની વસ્તી ધરાવતા ખાનપુર દેહ ગામ થી જંબુસર નો માર્ગ એકદમ બિસ્માર હાલતમા હોય તે માટે મત વિસ્તારના ધારાસભ્ય, pwd વિભાગ ના અધિકારી સહીત ગાંધીનગર સુધીની ઉચ્ચ કક્ષાએ આ રોડની ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી તેમજ બે વર્ષથી રોડ મંજુર થવા છતાં રોડ બનવવામાં કોન્ટ્રાકટર તરફ્થી કોઈપણ કામગીરી હાથ ધરાતી નથી.છેલ્લા કેટલાય મહિનાઓથી કોન્ટ્રાકટર દ્વારા ગામ ઉપર મશીનરી મુકવામા આવેલ છે, પણ કામગીરી શરૂ ન કરાતા ગ્રામજનોમા રોષ લાગણી પ્રવર્તી છે અને રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનુ ગ્રામજનો નક્કી કરી ગામમા ચુંટણી બહિષ્કારના બેનરો લગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો.અને ગામમા પ્રચાર અર્થે કોઈ પણ રાજકીય આગેવાને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી હતી.


