રાજ્યમાં ગરમીનો પારો મે મહિનામાં પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. દિવસે ને દિવસે ગરમી સતત વધી રહી છે. આ સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. જેની અસર ગુજરાતના વિવિધ શહેરોમાં જોવા મળી શકે છે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


