- અમેરિકાના દ્વીપ પાપુઆ ન્યૂગિનીમાં ભૂસ્ખલનખી તબાહી સર્જાઈ
- ભૂસ્ખલનમાં આશરે બે હજારથી વધુ લોકો જીવતા જ દટાઈ ગયા
- યુનોને આપેલી જાણકારી અનુસાર પાપુઆ ન્યૂગિનીના છ ગામડાં સમાપ્ત થયા
અમેરિકાના સમુદ્ર દ્વીપ એવા પાપુઆ ન્યૂગિની દેશ ઘણા સમયથી ચર્ચામાં છે. કારણ કે, પાપુઆ ન્યૂગિનીમાં બે દિવસ અગાઉ ભીષણ ભૂસ્ખલન સર્જાયું હતું. જેના કાટમાળમાં આશરે બે હજારથી વધુ લોકો જીવતા દટાઈ ગયા છે. આ ઉપરાંત છ ગામડાનો વિનાશ સર્જાઈ ચુક્યો છે. હજારો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. લોકોનાં ઘર, શાળા, પેટ્રોલ પંપ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે. લેંડ સ્લાઈડનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પાપુઆ ન્યૂગિની રાજધાની પોર્ટ મોરેસ્બીથી આશરે 600 કિલોમીટર દૂર કાઓકાલમ ગામમાં ભૂસ્ખલન થયું હતું. ભારતી સમય પ્રમાણે 24 મેના રોજ પરોઢિયે પર્વત ધરાશાયી થઈને તળેટીમાં વસેલા ગામડાઓમાં કાટમાળ અને કીચડથી ખરડાઈ ગયા હતા. રાષ્ટ્રીય હોનારત કેન્દ્રના અધિકારીએ યુનોને લખેલા પત્રમાં આ પ્રમાણે જાણકારી આપી હતી.
ભૂસ્ખલન બાદ ચારેબાજુ વિનાશલીલા
યુનોને લખેલા પત્રમાં આપેલી માહિતી પ્રમાણે ભૂસ્ખલનમાં બે હજારથી વધુ લોકો જીવતા દટાઈ ગયા છે. ઈમારતો, ખેતરો, પાકને ઘણું નુકસાન થયું છે. દેશની આર્થિક સ્થિતિ પર આને લીધે ઘણી અસર થઈ છે. શનિવારે પાપુઆ ન્યૂગિનીમાં રાહત અને બચાવ ટીમને શોધખોળ માટે અનેક પડકારોને સામનો કરવો પડયો, કાટમાળમાં દટાયેલા ગામ સમાપ્ત થઈ ગયા છે.
સત્તાવાર આંકડો નથી આવ્યો પરંતુ ઘણા લોકોનાં મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ત્રણ ગામડાં હતા જેમાં આશરે ચાર હજાર લોકો રહેતા હતા. જ્યાં ભૂસ્ખલન થયું ત્યાં ઘણી વસ્તી હતી. આ વિસ્તારમાં લોકોનાં મોતની શક્યતા દર્શાવાઈ છે. સ્થાનિક અધિકારીઓએ મૃતકોનો આંકડો 100થી વધુ હોવાનું અનુમાન લગાવ્યુ છે. રવિવારે સવારે માત્ર પાંચ મૃતદેહ મળ્યા હતા અને છઠ્ઠા પીડિતનો એક પગ કાટમાળમાંથી મળી આવ્યો હતો.
ભૂસ્ખલન થયેલો વિસ્તાર મોટો હોવાનો દાવો
મળતી માહિતિ અનુસાર, પાપુઆ ન્યૂગિનીમાં જીવિત લોકોને સલામત વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. માઉંટ મુંગાલો પહાડનો એક હિસ્સો ધરાશાયી થયો છે. એક ખાનગી એજન્સીના અધિકારીએ જણાવ્યું કે ભૂસ્ખલનમાં બચી ગયેલા લોકોને ભોજન, પાણી અને આશરો આપવાની સાથે તેમને રહેવા માટે સલામત સ્થળ પણ પૂરું પાડવું પડશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘર, નાની ઓફિસ, ગેસ્ટ હાઉસ, સ્કૂલ અને ગૅસ સ્ટેશન સહિત ઘણી હોસ્પિટલ પણ જમીમાં દટાઈ ચુકી છે. સરકારે આરોગ્ય કર્મચારીઓને મોકલી ચુકી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કર્મચારીઓ મદદ પહોંચાડી રહ્યા છે. પરંતુ ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તાર એટલો મોટો છે કે કાટમાળમાં દટાયેલા લોકોને બચવાની કોઈ આશા નથી. ઉલ્લેખનીય છે કે પાપુઆ ન્યૂગિની ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલું છે, પરંતુ આ દ્વીપ સમુદ્રના તળિયાથી બે હજાર મીટરની ઉંચાઈ પર આવેલું છે.


