ધારી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો ચડી આવતા હતા પણ મેઘરાજા અમી છાંટણા કરીને જતા રેહતા હતા ત્યારે આજે સવારથી અસહ્ય ઉકળાટ થય રહ્યો હતો અને બપોરના 1-00 કલાક આસપાસ ધીમે ધારે મેઘરાજાની પધરામણી થય હતી અને અડધો ઇંચ વરસાદ પડતાં શહેરના રોડ પર પાણી વેહવા લાગ્યા હતા વાતાવરણ ઠંડક સાથે અસહ્ય બફારો નીકળતા લોકો અકળાયા હતા ત્યારે પીજીવીસેએલની પ્રિમોનસુનની કામગીરી અડધો ઇંચ વરસાદ છતી કરી હતી અને ધારી નવી વસાહત પંચવટી સોસાયટીમાં વરસાદના ચાર છાંટ પડ્યાને વિજળી ગુલ થઇ હતી બે ત્રણ કલાક સુધી આવી ન હતી અને લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો


