- ઈટાલીના દક્ષિણમાં પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
- ભૂકંપને લીધે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યાં
- ધરતીકંપથી કોઈ જાનહાનિના અહેવાલ નહીં
ઈટાલી દેશના દક્ષિણ વિસ્તાર એવા કેલાબ્રિયામાં ધરતીકંપ આવ્યો છે. જો કે, ભૂકંપને લીધે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતાં. આ ભૂકંપની રિકટર સ્કેલ ઉપર તીવ્રતા 5.0 નોંધાઈ હતી. જો કે આ ભૂકંપ વધુ તીવ્રતા હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે નુકસાનના કોઈ અહેવાલ તાત્કાલિક સામે આવ્યા નથી. નેશનલ ઈસ્ટિટ્યૂટ ઑફ જિયોફિઝિક્સ એન્ડ વૉલ્કેનોલૉજીના જણાવ્યા પ્રમાણે કોસેન્જા પ્રાંતમાં પિએટ્રાપોલાથી ત્રણ કિલોમીટર પશ્ચિમમાં કેન્દ્રીત હતું.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ ધરતીકંપને લઈ સોશિયાલ મીડિયા પર જરૂરી જાણકારી આપી હતી. તેમને લખ્યું કે મદદ માટે કોઈએ કોલ નથી કર્યો છતાં તપાસ ચાલુ છે.
ભૂકંપ શા માટે આવે છે?
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. જેના કારણે સામાન્ય જનજીવનને સૌથી વધુ નુકસાન થાય છે. ધરતીકંપને કારણે મકાનો તૂટી પડ્યા, પરિણામે હજારો લોકોના મોત થયા.
ભારતમાં ભૂકંપના ક્ષેત્રો કયા છે?
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ભારતના કુલ ભૂમિ વિસ્તારનો લગભગ 59 ટકા વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપ ઝોનને 4 ભાગોમાં વિભાજિત કર્યું છે એટલે કે ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5. ઝોન-5ના વિસ્તારોને સૌથી સંવેદનશીલ ગણવામાં આવે છે, જ્યારે ઝોન-2ને સૌથી ઓછા સંવેદનશીલ ગણવામાં આવે છે. આપણા દેશની રાજધાની દિલ્હી ભૂકંપ ઝોન-4માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપ પણ આવી શકે છે, જે મોટી તબાહી સર્જી શકે છે.


