- પાકિસ્તાનને ભિખારીઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમનો સામનો કરવો પડ્યો છે
- મધ્ય પૂર્વના દેશો પાકિસ્તાનથી આવતા ભિખારીઓને લઈને સતત ફરિયાદો કરી રહ્યા છે
- પાકિસ્તાને મધ્ય પૂર્વમાં જતા પાકિસ્તાનીઓની તપાસ શરૂ કરી છે
પાકિસ્તાનને ભિખારીઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમનો સામનો કરવો પડ્યો છે. મધ્ય પૂર્વના દેશો પાકિસ્તાનથી આવતા ભિખારીઓને લઈને સતત ફરિયાદો કરી રહ્યા છે, જેને જોતા હવે અધિકારીઓએ સાવધાનીપૂર્વક મધ્ય પૂર્વમાં જતા પાકિસ્તાનીઓની તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને કહ્યું કે ભીખ માંગવા માટે વિદેશ જવાના વલણને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમને કહ્યું કે એરપોર્ટ પરના ઈમિગ્રેશન સ્ટાફે છેલ્લા કેટલાક મહિનામાં ફ્લાઈટ્સમાંથી ઘણા મુસાફરોને દૂર કર્યા છે. આ સિવાય વધુમાં કહ્યું કે ભિખારીઓ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઈરાક, ઈરાન, ઓમાન અને તુર્કી જવા માટે પ્રવાસીઓના વેશમાં જાય છે.
90 ટકા ભિખારીઓના પાકિસ્તાની મૂળ
પાકિસ્તાની ભિખારીઓની વધતી સંખ્યા અંગે પાકિસ્તાની અધિકારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. એક અધિકારીએ કહ્યું કે વિદેશમાં ધરપકડ કરાયેલા 90 ટકા ભિખારીઓ પાકિસ્તાની મૂળના છે.
44,000 મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા
સમિતિની અન્ય એક બેઠકમાં આ વર્ષની શરૂઆતમાં ગૃહ મંત્રાલયે દાવો કર્યો હતો કે વિદેશમાં ભીખ માંગવાના શંકાસ્પદ 44,000 મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને મધ્ય પૂર્વના દેશોમાં જતા અટકાવવામાં આવ્યા હતા.
મીડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ પંજાબના જિલ્લાઓમાંથી ભિખારીઓની ‘ગેંગ’ મુખ્યત્વે કામ કરે છે, અને તેઓ મુલતાન એરપોર્ટ દ્વારા ધાર્મિક પ્રવાસીઓના વેશમાં વિદેશ જાય છે. હાલમાં એરપોર્ટ સ્ટાફ ટ્રાવેલ ડોક્યુમેન્ટની કડક તપાસ કરી રહ્યો છે અને નકલી અથવા શંકાસ્પદ ડોક્યુમેન્ટ ધરાવતા મુસાફરોને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
પાકિસ્તાનીઓને વિઝા પણ નથી આપી રહ્યું યુએઈ
ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા મુજબ યુએઈ અધિકારીઓએ એવા પાકિસ્તાનીઓને પણ વિઝા આપવાની ના પાડવાનું શરૂ કરી દીધું છે, જેમની પાસે તેમના બેંક ખાતામાં યુએઈમાં રહેવા માટે પૂરતા પૈસા નથી. પાકિસ્તાની અધિકારીઓએ તેમની તરફથી કાર્યવાહીનો દાવો કર્યો છે, તો બીજી તરફ તેઓએ મધ્ય પૂર્વ અને ખાડી દેશોને પણ તેમની વિઝા પ્રણાલીને કડક થઈ કહ્યું છે.
વિઝા પ્રોસેસિંગ સિસ્ટમ પર પર આપવું જોઈએ ધ્યાન
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સંભવિત ભિખારીઓ, ગુનેગારો અને ગેરકાયદેસર રહેવાસીઓને રોકવા માટે પાકિસ્તાની અધિકારીઓ પર દબાણ લાવવાને બદલે આ દેશોએ તેમની વિઝા પ્રોસેસિંગ સિસ્ટમ પર પણ ધ્યાન આપવું જોઈએ. એક ઉદાહરણ આપતા અધિકારીએ કહ્યું કે મોટાભાગના પશ્ચિમી દેશો વિઝા અરજી સાથે બેંક સ્ટેટમેન્ટ, પ્રોપર્ટી અને ટેક્સ ડોક્યુમેન્ટ માંગે છે જેથી કરીને નક્કી કરી શકાય કે પ્રવાસી પાસે પોતાના દેશમાં રહેવા માટે પૂરતા સંસાધનો છે.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે એરપોર્ટ પરનો સ્ટાફ હવે મધ્ય પૂર્વમાં મુસાફરી કરતા મુસાફરોને તેમના વ્યવસાય, બેંક ખાતાઓ વિશે વારંવાર પૂછે છે જેથી તેઓ તેમની મુસાફરીનો હેતુ શું છે. જો કોઈ મુસાફર પર શંકા જાય તો તેને પ્લેનમાંથી હટાવી દેવામાં આવે છે.


