- આનંદ મહિન્દ્રાએ મચ્છર મારવાની તોપનો વીડિયો શેર કર્યો
- સોશિયલ મીડિયા યૂઝર્સ ચીની શોધના વખાણ કરી રહ્યા છે
- આનંદ મહિન્દ્રાએ લખ્યું કે હું આ મશીન કેવી રીતે કામ કરે છે તે જાણવા માંગુ છું
આનંદ મહિન્દ્રા દેશના જાણીતા ઉદ્યોગપતિ છે, જે અવારનવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ માટે ચર્ચામાં રહે છે. આવામાં આનંદ મહિન્દ્રા દરરોજ કલાકારોને પ્રોત્સાહિત કરતા રહે છે. આવી જ એક પોસ્ટ આનંદ મહિન્દ્રા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં ચાઈનીઝ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ એન્ટી મોસ્કિટો ડિવાઈઝના વખાણ કરવામાં આવ્યા છે.
ચોમાસા અને વરસાદની ઋતુમાં મચ્છરોથી લોકો પરેશાન થાય છે કે હવામાં ભેજ આવતા જ મચ્છરો લોકો પર હુમલો કરવા લાગે છે. જેના કારણે લોકો અલગ અલગ પ્રકારના જુગાડ કરવા લાગે છે. મચ્છરોને કાબૂમાં રાખવા માટે, ચીનના એક વ્યક્તિએ એક ખાસ ડિવાઈઝ બનાવ્યું છે જે લેસર લાઈટની મદદથી ઘરમાં મચ્છરોને શોધે છે અને મારી નાખે છે. આ મશીનને આયર્ન ડોમ કહેવામાં આવે છે.
મચ્છરોને શોધીને મારી નાખે છે આ મશીન
આનંદ મહિન્દ્રાએ પોસ્ટ શેર કરતા લખ્યું કે હું એ જાણવાની કોશિશ કરી રહ્યો છું કે ચીનના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ આ મશીન કેવી રીતે કામ કરે છે. આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ મશીન મચ્છરોને શોધીને મારી નાખે છે અને તે કોઈપણ ઘર માટે આયર્ન ડોમ છે. આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો પહેલીવાર ડિસેમ્બરમાં ચીનના મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો. લેસર વડે મચ્છરો મારનાર મશીનમાં કારની ઉપર રડાર લગાવીને મચ્છરોની શોધ કરવામાં આવી રહી છે.
યુઝર્સ કહ્યું કે ચીન વિશ્વ કરતાં ઘણું આગળ છે
વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખ 90 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું છે કે ચીન સસ્તા સાધનો બનાવવાનો રાજા છે, તેની કોઈ સ્પર્ધા નથી. અન્ય યુઝરે કહ્યું છે કે આ સારી શોધ છે, શું તમે તેની કિંમત કહી શકો છો? આ સિવાય અન્ય એક યુઝરે કહ્યું છે કે બીજા યુઝરે કહ્યું છે કે ચીનની શોધ દુનિયા કરતા ઘણા ડગલા આગળ છે.


