અમેરિકામાં આવેલા ડેલાવેરમાં યોજાયેલી ક્વોડ સમિટની પૂર્ણાહૂતિ થઈ છે. આ સમિટમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત એમ ચારેય દેશના રાષ્ટ્રપ્રમુખો જોડાયા હતા. તેમજ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષ સાથે PM મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમુદ્રી સુરક્ષા વધારવા કવોડના ચારેય દેશ એકમત થયા હતા. ઉત્તર કોરિયા દેશની મિસાઈલ લોંચ અને વિશ્વમાં સતત વધતા આતંકવાદના મુદ્દે બેઠકમાં ચિંતા વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત જુદાજુદા મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી.
ડેલાવેરમાં યોજાયેલી કવોડ દેશની સમિટમાં PM મોદીએ ઈન્ડો પેસિફિકમાં સાર્વભૌમત્વ, ક્ષેત્રીય અખંડતા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત 2025માં ક્વોડ દેશો ક્વોડ-એટ-સી-શિપ ઓબ્ઝર્વર મિશન શરૂ કરવાની વાત પણ થઈ હતી. આ ઉપરાંત યુક્રેન-રશિયા યુદ્ધ પર ક્વોડ દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી. ચારેય દેશોના તટરક્ષક દળો આ મિશનમાં જોડાશે ઈન્ડો પેસિફિકમાં પ્રશિક્ષણ માટે નવી પહેલ મૈત્રીની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મોદીએ જણાવ્ક્વોયું કે, કવોડનું સાથે કામ કરવું માનવતા માટે જરૂરી છે.


