સુડાનની સેના વર્ષ 2023થી RAF સાથે સંઘર્ષ કરી રહી છે. અને તાજેતરમાં જ સુડાનના અનેક શહેરો અને નગરોને RAFના નિયંત્રણમાંથી મુક્ત કરાવ્યા છે. આ દુર્ઘટના તે દિવસે બની હતી જ્યારે RAFએ દક્ષિણ ડાર્ફુરના ન્યાલામાં એક ફાઇટર જેટને તોડી પાડવાની જવાબદારી સ્વીકારી હતી. સુડાન લશ્કરી વિમાન ઘર સાથે અથડાતા વિસ્ફોટ થયો હતો. જેમાં 19 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સેનાનું પ્લેન અથડાયુ ઘર સાથે
સુડાનમાં પ્લેન દુર્ઘટના થતા 19 લોકોના મોત થયા છે. જેમાં સેનાનું પ્લેન ઘર સાથે અથડાયું હતુ. આ દુર્ઘટનામાં ઘરમાં હાજર તમામ લોકોના મોત થયા હતા. ખાર્તુમ બહારના વિસ્તારમાં એક સુડાનનું એક લશ્કરી વિમાન ક્રેશ થયું હતું, જેમાં અનેક અધિકારીઓ અને નાગરિકોના મોત થયા હતા. વાડી સીદના એર બેઝ પરથી ઉડાન ભરતી વખતે આ અકસ્માત થયો હતો. સેનાના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો બંનેને અસર થઈ હતી. એપ્રિલ 2023 થી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RAF) સાથે સંઘર્ષમાં રહેલી સુડાનની સેનાએ આ અકસ્માત માટે ટેકનિકલ ખામીને જવાબદાર ઠેરવી છે.
સેનાએ અલ-ઓબેદને RAF થી મુક્ત કરાવ્યું
સુડાનની સેના 2023 થી RAF સાથે સંઘર્ષમાં છે અને તાજેતરમાં જ સુડાનના અનેક શહેરો અને નગરોને RAFના નિયંત્રણમાંથી મુક્ત કરાવ્યા છે. સુડાનની સેનાએ બે વર્ષના RAF કબજામાંથી મુખ્ય શહેર અલ-ઓબેદને મુક્ત કરાવ્યું, ત્યારબાદ લોકો શહેરના રસ્તાઓ પર ઉજવણી કરતા જોવા મળ્યા. ઉત્તર કોર્ડોફાન રાજ્યની રાજધાની ખાર્તુમને દારફુર સાથે જોડતું એક વ્યૂહાત્મક કેન્દ્ર છે અને તાજેતરના નોંધપાત્ર ફાયદાઓ પછી સેનાની જીત સંઘર્ષમાં એક વળાંક લાવી શકે છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ઓમદુરમનની અલ-નાઓ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો અને ઘરોને ભારે નુકસાન થયું હતું, આસપાસના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ વિમાન દુર્ઘટના એવા દિવસે બની જ્યારે RAF એ દક્ષિણ ડાર્ફુરના ન્યાલામાં એક ફાઇટર જેટને તોડી પાડવાની જવાબદારી સ્વીકારી હતી.


