ભારત અને દુબઈ વચ્ચેની મુસાફરીમાં એક નવો અને રોમાંચક યાત્રા પ્રોજેક્ટ આગળ વધે છે, જેમાં મુસાફરો દરિયાની નીચે ટ્રેનમાં સવાર થઈને પોતાની મંજીલ સુધી પહોંચે છે. આ પ્રોજેક્ટ આકર્ષક અને અનોખો છે, કેમ કે તેમાં પાણીની અંદર ટુ-વે મેટ્રો નેટવર્ક બનાવવાની યોજના છે.
ટ્રેનની ગતિ કેટલી હશે.
આ ટ્રેનની વિશેષતા તેની ગતિ છે, જે 600 થી 1000 કિમી/કલાક સુધીની હોઈ શકે છે. આ ગતિની સાથે, મુંબઈથી દુબઈની સફર માત્ર 2 કલાકમાં પૂર્ણ થઈ શકે છે, જ્યારે હાલની હવાઈ મુસાફરીમાં 3-4 કલાકનો સમય લાગે છે. આ ટ્રેનનો ઉપયોગ માત્ર મુસાફરી માટે નહિ પરંતુ ક્રૂડ ઓઇલ અને અન્ય માલ સહિતનું ઝડપથી પરિવહન કરવામાં પણ થઈ શકે છે. જેનાથી ભારત અને દુબઈ વચ્ચેના વેપાર અને આર્થિક સહયોગમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.
આ પ્રોજેક્ટના ફાયદા
- ભારત અને દુબઈ વચ્ચેનો આર્થિક સંબંધ મજબૂત બનશે.
- ટ્રેન માર્ગ દ્વારા બંને દેશો વચ્ચે વધતા વેપાર, પરિવહન અને આર્થિક સહયોગ માટે નવો માર્ગ ખુલશે.
- હવાઈ મુસાફરી કરતાં સસ્તો, સુખદ અને ઝડપી વિકલ્પ બનશે.
- અનેક ટેકનિકલ અને એન્જિનિયરિંગ પડકારોનો સામનો કરશે.
એવી અપેક્ષા છે કે આના માટે અબજો ડોલરનો ખર્ચ આવશે. ત્યાં સુધી, ટ્રેન માટેના યોગ્ય મલ્ટી-મોડલને વ્યવસ્થિત રીતે વિકસાવવું અને દરિયાની નીચે ચોક્કસ અવકાશમાં તેની મુસાફરી માટે સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવો પડશે. જો આ બધું યોગ્ય રીતે થયુ તો આ પ્રોજેક્ટ 2030 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આ પ્રોજેક્ટ હજુ મંજૂરીની પ્રક્રિયામાં છે, પરંતુ એવી અપેક્ષા છે કે આ યાત્રા આગામી 5-10 વર્ષોમાં શરૂ થઈ શકે છે. જો આ યોજના સફળ થઈ અને કાર્યક્ષમ રીતે અમલમાં આવ્યું તો મુસાફરો માટે આ એક અનોખો અને રોમાંચક અનુભવ બની રહેશે.


