અમેરિકામાં 28 વર્ષીય ભારતીય મૂળના યુવક કેવિન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, શિકાગોના લિંકન પાર્ક વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે 28 વર્ષીય કેવિન પટેલને ગોળી મારી દેવામાં આવી હતી અને બાદમાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. શિકાગો પોલીસે જણાવ્યું હતું કે વેસ્ટ લાયલ એવન્યુના 800 બ્લોકમાં એક વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી હતી. જ્યાં તેમને કેવિન પટેલ શેરીમાં ઘાયલ હાલતમાં મળ્યો. તેમને છાતીમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ કેવિનને એડવોકેટ ઇલિનોઇસ મેસોનિક મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કરવામાં આવી પરંતુ બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
અહેવાલ મુજબ, ગુરુવારે મોડી રાત્રે કુક કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર ઓફિસ દ્વારા તેણીની ઓળખ કરવામાં આવી હતી. હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું છે કે તેમણે એક પુરુષ અને કેટલીક મહિલાઓને ઘટનાસ્થળેથી પગપાળા ભાગતા જોયા છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. ગેરેટ મૂર્સે પટેલને મદદ કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવી. પ્રત્યક્ષદર્શી ગેરેટ મૂર્સે જણાવ્યું હતું કે તેમણે રાત્રે 9:20 વાગ્યે (સ્થાનિક સમય) તેમના ઘરમાંથી ગોળીબારનો અવાજ સાંભળ્યો અને પટેલની મદદ કરવા દોડ્યા. તેમણે છાતીમાંથી લોહી વહેતું રોકવાનો પ્રયાસ કર્યો અને અંતિમ ક્ષણોમાં કેવિન પટેલ સાથે વાત કરી અને તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.
મૂર્સે કહ્યું “અમે તેની સાથે વાત કરી રહ્યા હતા, તેમને કહી રહ્યા હતા કે એમ્બ્યુલન્સ ટૂંક સમયમાં આવી જશે. તમે ધીમે ધીમે શ્વાસ લો, લાંબા, ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો, તે અમારી તરફ જોઈ રહ્યો હતો પરંતુ તેનો શ્વાસ વધુ ને વધુ ધીમો પડી રહ્યો હતો, પરંતુ તે પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો,”આ ઉપરાંત, આ સમય દરમિયાન તેમણે પટેલના પરિવાર સાથે વાત કરી અને તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો કે તમારો પુત્ર એકલો નથી. તેને મદદ આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરોએ પટેલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.


