છોટાઉદેપુર:છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામના સુનીલ રાઠવાએ હૈદરાબાદ ખાતે પીઠોરા આર્ટનું પ્રેઝન્ટેશન કર્યું હોય જેનું નિદર્શન દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ કરતા અભિભૂત થયા હતા. છોટાઉદેપુર આદિવાસી જુવાન સુનિલ રાઠવા સાથે સંવાદ પણ કર્યો હોય અને પૂછપરછ કરી પીઠોરા આર્ટ વિશે ચર્ચા કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજ નવી પેઢી નવી જનરેશન કઈ રીતે જે કળા સંસ્કૃતિ અને પારંપરિક વારસાને આજે પણ જાળવી રાખ્યો છે. જે વખાણવા લાયક બાબત છે. જ્યારે આ કળા જોઈને રાષ્ટ્રપતિ પણ અભિભૂત થયા હતા. હૈદરાબાદના નીલયમ ખાતે આયોજિત ભારતીય કલા મહોત્સવમાં દેશના જાણીતા કલાકારોએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે છોટાઉદેપુરમાંથી મળાજાના સુનીલ રાઠવાએ પણ ભાગ લઈને પોતાની આર્ટ રજૂ કરી હતી. જે વખાણવા લાયક છે. જ્યારે છોટાઉદેપુરના યુવાનના આર્ટ વિશે રાષ્ટ્રપતિએ પ્રશંસા કરતા સમગ્ર છોટાઉદેપુર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે.


