મોરબીમાં ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે અને 3 જિલ્લાનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો, રાતભર મોરબીમાં પોલીસનું પેટ્રોલિંગ યથાવત રહ્યું અને ડિમોલિશન સમયે પોલીસ પર થયો હતો પથ્થરમારો અને દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઇ હતી, હાઇકોર્ટમાં કેસ ચાલ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબીમાં મણીમંદિર પાસેનું ધાર્મિક દબાણ હટાવાયું
મોરબીમાં મણીમંદિર પાસેનું ધાર્મિક દબાણ હટાવાયું છે, ગઈકાલે દબાણ દૂર કરતી વખતે સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો અને તેને લઈ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ જામનગર જિલ્લામાંથી 700 પોલીસ જવાનોનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું હતુ, હાઈકોર્ટમાં કેસ એબેટ થયાં બાદ કલેક્ટર અને આર એન્ડ બી વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ હતી.
મંદિર પાસેની દરગાહ પણ તોડી પડાઈ
તો આ સમગ્ર ઘટનામાં મંદિર પાસેની ગેરકાયદેસર દરગાહ પણ તોડી પડાઈ છે, આ દરગાહ તોડી પાડવા માટે અગાઉ કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ દરગાહના ડિમોલિશન દરમિયાન આશરે 300થી વધુ યુવકોના ટોળાએ ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. દબાણ તોડી પાડ્યા બાદ કાટમાળ તાત્કાલિક હટાવવા માટે 25 જેટલા ડમ્પર પણ તૈનાત કરાયા હતા.


