ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામની અંદર આવેલ બ્રહ્માણી માતાજીનાં મંદિરે દિવા કરવા માટે મંદિરના વહીવટકર્તાના પિતરાઈ ભાઈ જતાં મંદિરનો મુખ્ય દરવાજાના તાળા તુટેલા હોવાનું અને મંદિરની તિજોરીનો લોક તુટેલો જોતાં જ તેમણે વહીવટકર્તા બાબુભાઈ પટેલને જાણ કરતા તેઓ અન્ય લોકો સાથે મંદિર પહોંચ્યા હતા અને તપાસ કરતાં મંદિરના તિજોરી સહિત બંન્ને દાનપેટી તુટેલી હોય અંદરથી આશરે પાંચેક હજારની ચોરી ગામના જ ઠાકોર જીતુભાઈ સોવનજીએ કરી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેની સામે ફરીયાદ નોંધાવી છે. શખ્સ દ્વારા સીસીટીવી કેમેરાના કેબલને પણ નુકસાન પહોંચાડયું હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે. આ અંગેની વધુ તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી છે.


