રાજકોટમાં વાયરલ રોગચાળાએ માજા મુકી, શરદી-ઉધરસ અને તાવનો ભરડો
રોગચાળાનો માત્ર સરકારી રિપોર્ટ જાહેર, ખાનગી હોસ્પિટલના કેસ રખાયા ‘ખાનગી’!
સવારે-રાત્રે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમીના મિશ્ર વાતાવરણના કારણે તાવ, શરદી-ઉધરસના કેસ વધ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં શિયાળુ રોગચાળાએ અજભરભરડો લીધો છે. સવારે અને સાંજે ઠંડીનો ચમકારો જ્યારે બપોરે ગરમીના મિશ્ર વાતાવારણના લીધે વાયરલ રોગચાળાના કેસ વધ્યા છે. શરદી-ઉધરસ અને તાવના કેસમાં અચાનક જ બમણો વધારો થયો છે. એક સપ્તાહમાં ૨૧3૯ કેસ નોંધાયા છે. જો કે આ આંકડો માત્ર સરકારી ચોપડે હોય તે છે. ખાનગી હોસ્પિટલમાં દર્દી ઉભરાઇ રહ્યા છે. જો કે એ વાત અલગ છે મનપાની આરોગ્ય શાખા રોગચાળાની સાચી ગંભીર હાલત છુપાવવા ઓનપેપર કેસના આંકડા ઓછા દેખાડે છે.
મનપાની આરોગ્ય શાખાના અઠવાડિક રિપોર્ટ પરથી રોગચાળાની ચિંતાજનક હાલત સામે આવી છે. ગત સપ્તાહે ઠંડીએ બોકાસો બોલાવ્યો હતો. એ પછી ઠંડીનું જોર ઓછુ થયુ છે પરંતુ મિશ્ર વાતાવારણથી વાયરલ રોગચાળાના કેસ વધ્યા છે. છેલ્લાં એક જ અઠવાડિયામાં શરદી, ઉધરસ અને તાવ સહિત વાયરલ રોગચાળાના ૧૬૬૪થી વધુ કેસ નોંધાયા છે અને આ આકડાં માત્ર સરકારી હોસ્પિટલ અને મનપાના આરોગ્ય કેન્દ્રમાં આવેલા કેસ છે. ખાનગી હોસ્પિટલનો સર્વે કરવામા આવે તો રોગચાળાના કેસની ચિંતાજનક સ્થિતિ સામે આવી શકે છે.
મનપાએ જાહેર કરેલા અઠવાડિક કેસમાં શરદી-ઉધરસના ૧૨૭૬, તાવના ૮૯3, ઝાડા-ઉલ્ટીના ૧૬3, કમળાના ૨ સહિત વાયરલ રોગચળાના ૨33૫ કેસ કેસ નોંધાયા છે. જો કે આ આંકડો માત્ર સરકારી ચોપડે નોંધાયો હોય તે છે. ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામા આવે તો વાયરલ રોગચાળાના કેસ અનેકગણા વધુ હોય તેમા શંકાને કોઇ સ્થાન નથી.
મચ્છરોનું બ્રીડીંગ થાય તેવી બેદરકારી દાખવનાર ૧૬૨ આસામીને નોટિસ
એકબાજુ વાતાવરણ બદલતા વાયરલ રોગચાળો તો બીજીબાજુ મચ્છરોનો ઉપદ્રવ પણ ઓછો થતો નથી. દરમિયાન મનપાની મેલેરિયાએ શાખાએ 3૨૪ પ્રિમાઇસીસમાં ચેકીંગ કર્યુ હતુ. એ દરમિયાન મચ્છરોનું બ્રીડીંગ થાય તેવી બેદરકારી દાખવનાર ૮૬ આસામીને નોટિસ ફટકારી છે.


