અગ્ર ગુજરાત, રાજકોટ
આધુનિક તણાવભર્યા વાતાવરણમાં આત્મીય યુનિવર્સિટી કેમ્પસમાં માત્ર શિક્ષણ જ નહીં, “સર્વે ભવન્તુ સુખિન:।” સૂત્રને ધ્યાનમાં લઈને શરીર, મન, અને આત્માને સ્પર્શ કરતી અનેકવિધ પ્રવૃતિઓ પણ કરાવાય છે. આ વર્ષની વૈશ્વિક હેપ્પીનેસ થીમ “માનવ-કેન્દ્રિત કેમ્પસ દ્વારા ભારતીય શિક્ષણમાં સુખાકારીની પુનઃકલ્પના”, ભાવનાત્મક સુખાકારી, સંસ્થાકીય સુખ અને સર્વાંગી વિકાસને ટેકો આપતા શૈક્ષણિક વાતાવરણ બનાવવા પર ભાર મુક્યો છે. જે આત્મીય યુનિવર્સિટી કેમ્પસના શૈક્ષણિક વાતાવરણથી ઘણી જ સુસંગત જણાય છે.
QS એ યુકે (UK) સ્થિત એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે વિશ્વભરની યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન અને રેન્કિંગ જાહેર કરે છે. આ વર્ષે આ ઇન્સ્ટિટ્યૂશનમાં ૫ લાખથી વધુ હિસ્સેદારોની ભાગીદારી, એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હતી. જે સામૂહિક દૃષ્ટિએ ભારતીય ઉચ્ચ શિક્ષણમાં ખુશી અને સુખાકારી પરની સૌથી વ્યાપકતા દર્શાવે છે.
આત્મીય યુનિવર્સિટીમાં ચલાવાતા “જીવન વિદ્યા” અભ્યાસક્રમ નો ઉદેશ્ય “નિરંતર સુખની કામના” થકી અહીંના વિદ્યાર્થીઓ અને સમાજમાં હેપ્પીનેસ પ્રસ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે. માત્ર અધ્યાપન અને સંશોધન જ નહીં, ‘પેપર રિસાયક્લિંગ યુનિટ’ -, ‘એગ્રી વેસ્ટ ટુ વેલ્થ પ્રોજેક્ટ્સ’, ‘કન્સયુમર કેમિકલ’ – તથા ‘ટેરેસ ગાર્ડનિંગ’- વગેરે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના નાં પ્રકલ્પો દ્વારા તેમજ આત્મીય કેમ્પસનું ધાર્મિક વાતાવરણ, અવારનવાર યોજાતી શૈક્ષણિક શિબિરો તથા સામાજિક શિબિરો તેમજ સામાજિક મેળાવડાઓ, કેમ્પસમાં ગૌશાળા, રમત માટેનું મેદાન, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, આત્મીય હોબી સેન્ટર, સ્કિલ સેન્ટર, આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન, કેમ્પસમાં ઇલેક્ટ્રીક સ્કૂટર ચાર્જિંગ સ્ટેશન, અહીંની અત્યાધુનિક લાઈબ્રેરી, કાફે એરિયા વગેરે કાર્યોએ અહીંના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં હેપ્પીનેસ પ્રદાન કરી છે.
આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ત્યાગવલ્લભ સ્વામીના આશીર્વાદ સાથે આત્મીય યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર ડૉ. શીલા રામચંદ્રન, વાઇસ ચાન્સેલર ડૉ. રાકેશકુમાર મુદગલ,, રજીસ્ટ્રાર ડૉ.ડી.ડી.વ્યાસ, તેમજ સેન્ટર ફોર ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ (CTQM)ના ડાઈરેકટર ડૉ. રવિ ટાંક અને CVMS સેલ (ચેતના વિકાસ મુલ્ય શિક્ષા) ના માર્ગદર્શન હેઠળ આત્મીય યુનિવર્સિટીએ આ વૈશ્વિક પ્રતિબદ્ધતા હાંસલ કરી છે.


