ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
અગિયાર સામે કાર્યવાહીના કલેકટરના આદેશથી ખળભળાટ : તમામના પ્રદેશ પર મનાઇ કરાઇ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 22 લોકોના નિવેદન વીડિયોગ્રાફી સાથે નોંધવામાં આવ્યા હતા. આ તપાસના અંતે તૈયાર થયેલા રિપોર્ટના આધારે કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા છે.
જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા એ જણાવ્યું હતું કે, ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ક્યાં અમુક ઈસોમો દ્વારા દારૂ નોનવેજની પાર્ટી કરવામાં આવી હતી. આ ઘટના ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી યોજવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ યોગ્ય દિશામાં વહેલી તકે તપાસ કરવામાં આવે અને કસૂરવારને કડકમાં કડક સજા કરવામાં આવી તેવી મુખ્યમંત્રી દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી.
22 ઓક્ટોબર, 2025ના દિવસે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી અભિષેક ચૌહાણ પોતે પણ પૂજારી છે અને કિશોરસિંહ ચૌહાણનો દીકરો છે. કિશોરસિંહ પણ મંદિરના જ પૂજારી છે. જે એક અઠવાડિયા પહેલા જ અંબાજી મંદિર પર હાજર હતા. અને અન્ય લોકો અભિષેક ચૌહાણના મિત્ર તરીકેની ઓળખ આપી છે. તેમજ છગનભાઈ ડાભી નામનો વ્યક્તિ નોનવેજ અને દારૂ લઈ અંબાજી મંદિર ખાતે પહોંચ્યો હતો.
આ વીડિયોમાં દેખાતો અને આ ગુનામાં સંડોવાયેલો એક સગીર દસ વાગે અંબાજી મંદિર ખાતે પહોંચ્યો હતો અને અન્ય લોકો ગિરનાર સીડી મારફત ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે અંદાજે આઠ વાગ્યા આસપાસ પહોંચ્યા હતા. આ તમામ લોકોએ મંદિર નજીક જ એક જગ્યા પર દારૂ પીધો હતો અને ત્યારબાદ મંદિરના ભંડારામાં નોનવેજ ખાધું હતું. આ લોકોને વહીવટદાર તરફથી કોઈપણ પ્રકારની મંદિરમાં જવાની કે ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની મંજૂરી કે પરવાનગી આપવામાં આવી ન હતી.
આ તમામ લોકો અનઅધિકૃત રીતે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રીતે જ આ તમામ લોકોએ અંબાજી મંદિર ખાતે 4 દિવસ રાત્રિ રોકાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આ બાબતે વહીવટદારને સૂચના આપવામાં આવી છે કે આ તમામ લોકોની સામે વહેલી તકે ફરિયાદ નોંધવામાં આવે. અંબાજી મંદિરની દાનપેટીમાંથી પૂજારીઓ દ્વારા રૂપિયા સેરવી લેવામાં આવતા હતા. પોતાના અંગત સ્વાર્થ માટે જેને લઇ પાંચ ઇસમો વિરુદ્ધ નોંધાશે પોલીસ ફરિયાદ. તેમજ એક અન્ય વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં અંબાજી મંદિરમાં જે શ્રદ્ધાળુ આવતા હોય તેમની પાસેથી દાન સ્વીકારી પોતાના અંગત ફાયદા માટે તેનો ઉપયોગ કરતા હોય તેવું જણાવ્યું છે.
આ તમામ લોકો પાસેથી જ્યારે નિવેદનો લેવામાં આવ્યા ત્યારે મોટાભાગના લોકો આ વસ્તુને સ્વીકારે છે કે અને આવી ઘટના બની છે. જેને લઈ સાથે જોડાયેલા 11 લોકો નિષ્ફળ નિવડ્યા છે. જેને લઈ આ તમામે તમામ 11 લોકોની અંબાજી મંદિર પર જવાને લઈ પ્રવેશબંધી કરવામાં આવી છે. તેમજ આ સમગ્ર ઘટનાને લઇ મામલતદારને પણ નોટિસ પાઠવવામાં આવશે કારણ કે તે વહીવટદાર કે તેની નિમણૂક કરવામાં આવી હતી.


