રાષ્ટ્રીય એકતાના દર્શન, દેશપ્રેમના સુત્રોચ્ચાર
અગ્ર ગુજરાત, રાજકોટ
વંદેમાતરમના 150 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસર પર કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રભાવના વિકસે તે હેતુસર સમૂહ ગાન અને પદયાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “વંદે માતરમ” ભારતનું અતિ પ્રેરણાદાયક રાષ્ટ્રગીત છે,, જે બેંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા રચાયું હતું અને સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન દેશભક્તિનું પ્રતિક બની રહ્યું હતું. આ ગીતે સ્વતંત્રતા સંગ્રામના સમયગાળામાં દેશભક્તોને પ્રેરણા આપીને રાષ્ટ્રીય ચેતના જગાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત બને તેવો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો.
રાજેન્દ્ર સેજલીયા, ભરત મોરી તથા મુકેશ ચૌહાણ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમના સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમ દરમિયાન કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર “વંદે માતરમ”નું સમૂહ ગાન કર્યું હતું, જેના દ્વારા સમગ્ર કેમ્પસમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના ડો. રાજેન્દ્ર સેજલીયા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી અને પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ મેડમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત વિભાગના જાડેજા સર તેમજ જિલ્લા સંસ્કૃતિ પ્રવૃતિ વિભાગના દિયોરા સરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ મેડમ તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયક અને યાદગાર રીતે પૂર્ણ થયો હતો.


