દીવના વાંસોજ ગામમાં સરકારી જમીન હસ્તગત કરવા કાર્યવાહી
મામલતદારે સ્થળ પર જઇ જમીનનું નિરીક્ષણ કર્યુ
અગ્ર ગુજરાત, દીવ
દીવની પાસે આવેલ વાંસોજ ગામમાં દીવની સરકારી જમીન હસ્તગત કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
દીવની પાસે આવેલ ગુજરાત રાજયના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામમાં દીવ સરકારી વિભાગ પીડબલ્યુડીની સર્વે નં.3 પૈકી ૨-૮૬૦૦ સ્કવેર મીટર જમીન છે. જે ઇ.સ.૧૯૭૦થી છે. જેન ૫૬ વર્ષ પૂર્ણ થયા છે. આ દીવની જમીનમાં ગેરકાયદેસર પાંચથી છ મકાનો બનેલા છે અને આ જમીનમાં કન્સ્ટ્રકશનનો સામાન રેતી અને કાંકરી પણ છે. વર્ષોની આ દીવની સરકારી જમીન ઉપર કબ્જો લેવા અને હસ્તગત કરવા માટે દીવ પ્રશાસને ગીર સોમનાથ જિલ્લા કલેકટરને લેખીતમાં જાણ કરી હતી અને કબ્જાની માંગણી કરી જેથી ગીર સોમનાથ જિલ્લા પ્રશાસને ઉના મામલતદાર ને આદેશ કરતા મામલતદાર કચેરી ઉનાના કર્મચારીઓ અને દીવના નાયબ મામલતદાર રામજીભાઇ બામણીયા આ જમીન ઉપર પહોંચી અને નિરીક્ષણ કર્યુ હતું.
નિરીક્ષણ બાદ એવું નક્કી થયું કે પહેલા આ જમીનની માપણી કરવી. ત્યારબાદ આ જમીનમાં બનેલા પાકા મકાનો દૂર કરવા. હવે પછીની આગળની કાર્યવાહી દીવ પ્રશાસન અને ઉના મામલતદાર કરશે. આ કર્મચારીઓ દીવની સરકારી જમીન ઉપર પહોંચતા ત્યાંના રહીશોમાં ફફડાટ ફેલાયો છે.


