ગીર સોમનાથ જીલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પુર્વ સંસદીય સચિવ સહિત 13 નેતા બરતરફ
સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો ચૂંટણીમાં પક્ષને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યાનો ખુલાસાના પગલે ભાજપએ કાર્યવાહી કરી
અગ્ર ગુજરાત, વેરાવળ
ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે તેવા સમયે પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ અને કાર્યકરો સામે જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરી 13 જેટલા નેતા – કાર્યકરોને બરતરફ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
જીલ્લામાં પાર્ટી સામે બંડ પોકારનાર સામે ગીર સોમનાથ ભાજપ પ્રમુખ ડો.સંજય પરમાર એ આકરો નિર્ણય લીધો છે. જેમાં પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી સહિત 13 ને પાર્ટી માંથી કર્યા બરતરફ કરાયા છે. જેમાં કોડીનાર તાલુકાના 6, તાલાલા તાલુકાના 2, વેરાવળ તાલુકાના 3 અને સુત્રાપાડા તાલુકાના 2 સહિત 13 ને પાર્ટી માંથી બરતરફ કરાયા છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે. આ તમામ કાર્યકરો ચૂંટણીમાં પક્ષને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરી રહ્યાનો ખુલાસો કર્યો છે. બરતરફ થયેલ હોદેદારો, કાર્યકરોમાં 1. જેઠાભાઈ સોલંકી અરણેજ, કોડીનાર, 2 સુનિલ રાઠોડ-સિંધાજ, કોડીનાર, 3. ભીખા કાળા ગોહિલ – ગોહિલ ની ખાણ, કોડીનાર, 4. મનહર પ્રતાપ મોરી…-પીપળી, કોડીનાર, 5. મહેશભાઈ મોરી-કોડીનાર, 6. ભરતભાઈ જેઠાભાઈ બારડ-દેવળી દેદાની, કોડીનાર, 7. મેહુલ હરીભાઈ કારાવડીયા—તાલાળા તાલુકો, 8. દિનેશ જીણાભાઈ બાકુ—જેપુર, તાલાળા, 9. પુંજાભાઈ જગમાલ બારડ-વડોદરા ઝાલા, 10. અજય લખમણ ચારીયા- ડારી, તા. વેરાવળ, 11. અનિલ રણસીભાઈ વાજા—બીજ, તા. વેરાવળ, 12. હરી કાનજી ફુલબારીયા—ધામળેજ, તા. સુત્રાપાડા, 13. દેવદાસ મેરગભાઈ પરમાર -સવની, તા. વેરાવળ વાળા સામેલ છે. ભાજપ પાર્ટીના આકરા તેવર ના પગલે કાર્યકરોમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.


