By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી

Editor
Last updated: 2026/04/17 at 3:01 PM
4 months ago
Share
ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી
SHARE

 દાહોદ જિલ્લામાં એક જ દિવસે બનેલી અરેરાટી ફેલાવતી બે ઘટના

ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી

એ-ડીવીઝનના પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ બે બાળકોને દવા પાતા મોત, પોતાનો આત્મહત્યાનો પ્રયાસ

 દેવગઢ બારિયાના વડભેડ ગામમાં ચાર સંતાનો સાથે માતાએ કૂવો પૂર્યો : ત્રણ બાળકોના કરૂણ મોત

 પત્ની-પતિના ઝઘડામાં ખેલાયેલા ખૂની ખેલથી સમગ્ર પંથક સ્તબ્ધ

 

અગ્ર ગુજરાત, દાહોદ

વર્તમાન સમયમાં સહનશકિતની ઉણપ આવી છે અને ઘરકંકાસના લીધે અનેક પરિવારના માળા વિખાઇ રહ્યા છે. જેમાં સૌથી વધારે ભોગ બાળકોનો લેવાઇ રહ્યો છે. દાહોદમાં એક જ દિવસમાં અરેરાટી ફેલાવતા બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક માતાએ ચાર સંતાન સાથે કુવો પૂર્યો હતો. જેમાં ત્રણના મોત થયા છે. જયારે પોલીસ કર્મચારીની પત્નીએ બે બાળકોને ઝેર આપી પોતે પણ ગટગટાવ્યું હતું. જેમાં બાળકોના મોત થયા છે.

દાહોદ શહેરમાં ચોંકાવનારી ઘટનાઓ બની છે. એક કિસ્સામાં માતાએ પોતાનાં ચાર સંતાનો સાથે કૂવામાં પડતું મૂક્યું હતું. જ્યારે બીજી ઘટનામાં પોલીસ પરિવારને વેરવિખેર કરી નાખ્યો હતો. જો કે આ બે ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર દાહોદનાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીના ઘરમાં જ શોક છવાયો છે. પોલીસકર્મીની પત્નીએ પોતાના જ 7 અને 3 વર્ષનાં બે વ્હાલસોયા પુત્રોની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલા પોતાના બે માસૂમ પુત્રોને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ઝેરની અસરને કારણે બંને બાળકોએ તરફડિયાં મારીને દમ તોડ્યો હતો. પોતાના જ સંતાનોના નિર્જીવ દેહ જોઈને માતાએ પણ એ જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ ડોક્ટરોની ટીમ દ્વારા તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ખુદ પોલીસ પરિવારમાં સર્જાયેલી આ કરૂણ દુર્ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. બી-ડિવિઝન પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું આ પાછળ કોઈ પારિવારિક કંકાસ જવાબદાર છે કે પછી મહિલા કોઈ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી? તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. એક હસતા-રમતા પરિવારનાં બે જીવનદીપ બુઝાઈ જતાં સમગ્ર દાહોદમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વડભેડ ગામમાં રહેતી એક મહિલાએ પોતાના ચાર માસૂમ બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં માતા અને એક બાળકીનો આબાદ બચાવ થયો છે, જ્યારે અન્ય ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે.

​​મળતી માહિતી મુજબ, વડભેડ ગામના રહેવાસી ચંપાબેન બિંદેશભાઈ નામની મહિલાએ ઘરકંકાસમાં પોતાના ચાર બાળકો સાથે ગામના એક કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતી એક સ્થાનિક મહિલાની નજર પડતા તેણે તાત્કાલિક ગામના આગેવાન દીપસિંહભાઈ મૂળાભાઈ રાઠોડને જાણ કરી હતી.

​ઘટનાની ગંભીરતા જોઈ દીપસિંહભાઈએ તુરંત જ બાજુના ગામના સંજયભાઈ નામના યુવકને ફોન કરીને બોલાવ્યા હતા. સંજયભાઈએ કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વગર કૂવામાં કૂદીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તેમણે ભારે જહેમત બાદ માતા ચંપાબેન અને એક બાળકીને જીવિત બહાર કાઢ્યા હતા.

​અન્ય ત્રણ બાળકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ પુત્રી પ્રિયંકા (12 વર્ષ) પુત્ર ગિરિરાજ (5 વર્ષ) પુત્ર રાજવીર (2 વર્ષ) ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
ગુજરાત

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

Editor By Editor 2 days ago
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
જર્મન યુવતી સાથે લગ્નની લાલચ આપી 6.31 લાખની ઠગાઈ કરનાર ત્રણ આફ્રિકન દિલ્લીથી ઝડપાયા
રાજકોટ સહિત રાજયની ૭૦.૮ ટકા શાળાઓ પાસે લેબોરેટરી જ નથી
સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?