જેતપુરની દેસાઈ વાડી વિસ્તારના રહીશો લારી ધારકોના ત્રાસથી ત્રાહિમામ
વહેલી તકે શાકભાજી બજાર બંધ કરાવવા આવેદન
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુરના દેસાઈ વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અહીં શાક માર્કેટના નામે લારી ધારકો દ્વારા કરવામાં આવતા અનધિકૃત દબાણોને કારણે રહીશોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વિસ્તારના રસ્તાઓ પર શાકભાજીના લારી ધારકોએ કાયમી અડિંગા જમાવી દીધા છે. જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. જાહેર રસ્તાઓ પર શાકભાજીની લારીઓ ઉભી રાખવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત, આસપાસમાં ફેલાતી ગંદકી અને લારી ધારકોના અસભ્ય વર્તનને કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને અવર-જવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તાઓ પર લારીઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે તકલીફ પડે છે. વધુમાં, માર્કેટના કારણે ફેલાતી ગંદકી અને કચરાના ઢગલાને કારણે દુર્ગંધ અને રોગચાળાનો ભય અને વધુમાં લારી ધારકો સ્થાનિકો સાથે અભ્યાવર્તન કરી ધમકીઓ પણ આપે પણ આપે છે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સ્થાનિક મહિલાઓ અને રહીશોએ એકજૂથ થઈને તંત્ર સામે મોરચો માંડ્યો છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા જેતપુર મામલતદાર કચેરી અને નગરપાલિકાના સત્તાધીશોને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. રહીશોએ માંગ કરી છે કે આ લારીઓને અન્યત્ર ખસેડવામાં આવે અથવા તો વ્યવસ્થિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે જેથી વિસ્તારના લોકોને રાહત મળે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. શાક માર્કેટના નામે ચાલતા આ દબાણોને કારણે રહીશોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિકોની આ લેખિત ફરિયાદ બાદ તંત્ર ગંભીરતા દાખવીને આ વિસ્તારને ટ્રાફિક અને ગંદકીથી મુક્ત કરાવે છે કે પછી વાત માત્ર કાગળ પર જ સીમિત રહી જાય છે.


