ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર ના મહંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મંદિરના મહંત રવિદાસ બાપુ ઠાકોર જી અને ચીપિયા સિવાય તમામ વસ્તુ છોડી પરિવાર સાથે અજ્ઞાત વાસ મા જતા રહ્યા હોવાનો આક્ષેપ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક મુરલી મનોહર મંદિર ખાતે મંદિરના મહંત અને ટ્રસ્ટી સામે ગ્રામજનો ને વિવાદ સર્જાતા મહંત રવિદાસ બાપુ મંદિર છોડી ચાલ્યા ગયા હતા. અને તે વાતને મંદિરના ટ્રસ્ટીઓ એ સમર્થન આપ્યું હતું.
ત્યાર બાદ મંદિરના મહંત રવિદાસ બાપુ નો પરિવાર સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મહંત રવિદાસ બાપુ એ જણાવેલ કે હું મારા પરિવાર સાથે મંદિર છોડીને અગ્નાત્ વાસમાં જઈ રહ્યો છું. મંદિર માંથી માત્ર મારા ઠાકોર જી અને ચીપિયો લઈને જાઉં છું. આ સિવાય મંદિરમાંથી કોઈ પણ વસ્તુ લીધા વિના બધું છોડીને જઈ રહ્યો છું. વિશેષ જણાવેલ કે અયોધ્યા મંદિર ખાતે સરકાર દ્વારા મને વિશેસ આમંત્રણ મળેલ અને મંદિરમા ધજાજી ચાલુ થયા અને બહોળા પ્રમાણમાં ધ્વજારોહણ કાર્યક્રમો ખુબ આગળ વધ્યા હતા. બે દિવસ થયા ગ્રામજનોની માગ હતી કે મહંત ગામ છોડી જતા રહે તેમને માન આપી પરિવાર સાથે અજ્ઞાત વાસમા જઈ રહ્યો છું. મંદિરમાં મોટાભાઈ સંદીપભાઈ પૂજારી છે મંદિરની પૂજા ચાલુ છે. આમ સુપેડી મંદિર ના મહંત ના વાયરલ વીડિયોને લઈ સેવક સમાજમાં ઘેરી અસર થવા પામી છે.


