By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    7 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભરૂચ અને ગોધરામાં પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ બે ઉમેદવારના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભરૂચ અને ગોધરામાં પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ બે ઉમેદવારના મોત

Editor
Last updated: 2026/01/23 at 3:04 PM
5 months ago
Share
ભરૂચ અને ગોધરામાં પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ બે ઉમેદવારના મોત
SHARE

ભરૂચ અને ગોધરામાં પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ બે ઉમેદવારના મોત

તબિયત લથડયા બાદ સારવારમાં ખસેડાતા દમ તોડયો : ખાખીના જંગમાં જીંદગી હારી જતાં યુવાનો : પરિવારમાં શોક છવાયો

 

અગ્ર ગુજરાત, ભરૂચ

રાજયમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે. તા.૨૧મીથી રાજયના ૧૫ જેટલા ગ્રાઉન્ડમાં રનીંગની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરંતુ આ ખાખીનો જંગ કેટલાક યુવાનો માટે અંતિમ બની ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગઇકાલે ભરૂચમાં દોડ પૂર્ણ કર્યા બાદ યુવાનની તબિયત લથડતાં મોત નિપજયું હતું. જયારે આજે ગોધરામાં પોલીસ ભરતીના ગ્રાઉન્ડમાં આવેલા યુવાનનું મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું લઈને આવેલા છોટાઉદેપુરના વધુ એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે. પંચમહાલના ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5 ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા 27 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. હૃદયદ્રાવક વાત એ છે કે, આ સમગ્ર ઘટના તેના પિતાની નજર સામે જ બની, જેઓ પોતાના દીકરાને પ્રોત્સાહન આપવા માટે ત્યાં હાજર હતા.

આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતા જમીન પર ઢળી પડ્યો હતો.

દીકરાને મેદાન પર પડતો જોઈને તેને પ્રોત્સાહિત કરવા આવેલા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્ટાફ અને અન્ય લોકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. જશપાલસિંહને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પિતાની આંખો સામે જ પુત્રનું મોત થતાં તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા, અને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ઘટનાની જાણ થતાં ગોધરા એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભરૂચમાં પણ પોલીસ ભરતીની દોડ દરમિયાન એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોની તબીબી તપાસ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે મૂળ કચ્છના વતની 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. રવિરાજે ઉત્સાહપૂર્વક નિર્ધારિત દોડ પૂર્ણ કરી હતી. જોકે, દોડ પૂરી થતાની સાથે જ તેમને ગભરામણ થવા લાગી હતી અને તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા.

મેદાન પર હાજર તબીબી ટીમ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી રવિરાજને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં રવિરાજને બચાવી શકાયા નહોતા અને સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

યુવાનના આકસ્મિક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ખાખી વર્દી પહેરી દેશસેવા કરવાની ઈચ્છા રાખનાર રવિરાજનું મોત થતાં સાથી ઉમેદવારોમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. ઘટના બાદ બી ડિવિઝન પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી અકસ્માત મોતનો ગુનો નોધી તબીબો દ્વારા પેનલ પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યાર બાદ યુવકના મૃતદેહને તેના વતન ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ ઘટનાએ ફરી એકવાર પોલીસ ભરતીમાં જોડાતા ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને મેદાન પરની તબીબી સુવિધાઓ અંગે ચર્ચા જગાવી છે.

આ ઘટનાની સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રવિરાજ પોલીસ પરિવારમાંથી જ આવતા હતા. રવિરાજના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી (SRP) ગ્રુપમાં એએસઆઈ (ASI) તરીકે ફરજ બજાવી રહ્યા છે. રવિરાજ છેલ્લા ઘણા સમયથી પીએસઆઈ (PSI) બનવાની તનતોડ મહેનત કરી રહ્યા હતા. ગયા વર્ષે પણ તેમણે આ જ ગ્રાઉન્ડ પર પરીક્ષા આપી હતી પરંતુ સફળ થયા ન હતા. હિંમત હાર્યા વગર, આ વર્ષે ફરીથી તૈયારી સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ વિધિની વક્રતાએ તેમને ખાખી પહેરતા અટકાવી દીધા.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જિલ્લા પંચાયતના વિવિધ વિભાગમાં પ્રમુખની સર્જીકલ સ્ટ્રાઇક
રાજકોટ

 જિલ્લા પંચાયતના વિવિધ વિભાગમાં પ્રમુખની સર્જીકલ સ્ટ્રાઇક

Editor By Editor 18 hours ago
પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ
 સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ
લાભાર્થીઓ કોઇપણ સસ્તા અનાજની દુકાનમાંથી રાશનીંગ ખરીદી શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?