રાજકોટ DRDAના ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સરકારે પી.એમ.ગલચરને સોંપ્યો
ગુજરાત કેડરના ૧૬ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા વધારાના હવાલા અપાયા: પી.પી.પટેલને રૂડાના ચીફ એક્ઝિક્યુટીની જવાબદારી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 27 જુલાઈ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ હુકમ હેઠળ GAS કેડરના અધિકારીઓ અને IAS અધિકારી સહિત કુલ 16 વરિષ્ઠ અધિકારીઓને વિવિધ ખાલી પડેલી જગ્યાઓ પર પદોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં થયેલી બદલીઓ અને ખાલી પડેલી જગ્યાઓ પર વહીવટી કામગીરી સુચારૂ રૂપે ચાલે તે હેતુથી આગામી હુકમ સુધી આ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
હુકમ મુજબ વી. કે. પટેલ (GAS, સિનિયર સ્કેલ), એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GIDCને GIDCના અન્ય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદનો વધારાનો ચાર્જ સોંપાયો છે. વાય. એસ. ચૌધરી (GAS, સિલેક્શન સ્કેલ)ને ગુજરાત રિન્યુએબલ એનર્જી માર્કેટિંગ કોર્પોરેશન (GRIMCO)ના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ અપાયો છે. એમ. આર. પ્રજાપતિ (GAS)ને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD)ની જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત વાય. બી. ઝાલાને એડિશનલ કલેક્ટર, કે. બી. પટેલને ચીફ મિનિસ્ટર હેલ્પલાઇન કો-ઓર્ડિનેશન યુનિટના ડિરેક્ટર અને એન. યુ. પઠાણને વડોદરા ખાતે એડિશનલ કલેક્ટર (ઇરિગેશન)નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વડોદરા ખાતે એમ. સી. પંડ્યાને એડિશનલ કલેક્ટર (નર્મદા), એ. ડી. જોશીને GSRTCના જનરલ મેનેજર, તેમજ પી. વી. ગોંદલિયાને ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનના રજિસ્ટ્રાર પદનો ચાર્જ સોંપાયો છે. સી. એ. ગોહિલને SPIPA, અમદાવાદના ડેપ્યુટી ડિરેક્ટર તરીકેનો વધારાનો પ્રભાર સોંપાયો છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહીવટી તંત્રને મજબૂત કરવા વી. કે. સાંબડને ભાવનગર ખાતે એડિશનલ કલેક્ટરનો વધારાનો ચાર્જ, પી. પી. પટેલને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પી. એચ. ગલચરને રાજકોટ DRDAના ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પિનાકિની ભાગોરાને નર્મદા-રાજપીપળા DRDAના ડિરેક્ટર, એ. વી. ડાંગીને વલસાડ DRDAના ડિરેક્ટર તેમજ વંદના મીના (IAS)ને અરવલ્લી-મોડાસા ટ્રાઇબલ એરિયા સબ-પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.


