સુરજદેવળમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાડા ત્રણ દિ’ના નકોરડા ઉપવાસ
રથયાત્રા, લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, ચોટીલા
સુરજદેવળ ખાતે સાડા ત્રણ દિવસના ઉપવાસ પર્વ ની ભવ્ય ઉજવણી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું સ્થાન એટલે સુરજદેવળ ખાતે રવિવાર થી સાડા ત્રણ દિવસના નકોરડા ઉપવાસ કરી ભગવાન સૂર્યનારાયણ નું સ્મરણ કરશે સાથે ઉજવણી ના ભાગ રૂપે હાલ ભવ્ય ભગવાન સૂર્યનારાયણ રથયાત્રા અશ્વો સાથે ભવ્યતાતિભવ્ય રથયાત્રા યોજાશે સાથે સાંજના ભવ્ય સંતવાણી યોજાશે જેમાં કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી સહિત ઉદયભાઈ ધાધલ સહિતના નામી કલાકારો ભગવાન સૂર્યનારાયણ સમક્ષ પોતાની વાણી પીરસશે હાલ કાઠી ક્ષત્રિય સમાજના અનેક યુવાનો અશ્વો લઈ દાદા ના સાનિધ્યમાં અનેરા થનગનાટ સાથે અશ્વો ના શ્રુગાર દર્શન કરાવશે સાથે અશ્વો ને રમાડતા રમાડતા દાદા ના સાનિધ્યમાં અનેરી મોજ માણશે હાલ તો સુરજદેવળ ભજન અને ભક્તિ સાથે ઉપવાસ ની અનેરી સોડમ જોવા મળી રહી છે.


