વાંકાનેરની મામલતદાર કચેરીમાંથી ધોળા દિવસે પ્રૌઢનું થયું અપહરણ
પ્રેમલગ્નની અદાવતમાં પ્રૌઢને સીમમાં લઈ જઈ ધોકા-પાઈપથી ઢોરમાર
અગ્ર ગુજરાત, વાંકાનેર
વાંકાનેરમાં દિવસદાઢે ફિલ્મી ઢબે અપહરણ અને હિંસક હુમલાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મામલતદાર કચેરી ખાતે કામસર આવેલા એક પ્રૌઢને કેટલાક શખ્સોએ બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી દીધલીયા ગામની સીમમાં લઈ જઈ કુહાડીના હાથા, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમલગ્નના મામલે ચાલી રહેલી અદાવતને કારણે યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (ઉં.વ. ૩૩)એ આરોપી કેશાભાઈ મનજીભાઇ લુંભાણી, વિપુલભાઈ કરશનભાઈ લુંભાણી, ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, વિપુલની પત્નિ, હંસાબેન કેશાભાઈ લુંભાણી, વાલજીભાઇ માવજીભાઈ લુંભાણી, કરશનભાઈ લુંભાણી રહે. કાશીપર ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી કેશાભાઈની દિકરીને ફરિયાદી ના કાકાનો દિકરો ભગાડી લઇ જઈ લગ્ન કરેલ હોય જેને ફરિયાદીએ કયાંક સંતાડીને રાખેલ છે. તેવો ફરિયાદી ઉપર શક વહેમ રાખી ફરિયાદિ વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતા તે વખતે ત્યાં આરોપીઓ આવી ફરિયાદિને બળજબરી પુર્વક તેની કાર પાસે લઇ જઈ અને જે કારમાં કારમાં બેસાડી અપહરણ કરી દીધલીયા ગામની સીમમાં લઈ જઈ આરોપીઓએ ફરિયાદિને કુહાડી, લોખંડના સળીયા, પાઈપ તથા લાકડી વડે મારમારી શરીરના ભાગે નાની મોટી ઈજા કરી બાદ આરોપી ફરિયાદિને કાશીપર ગામે ખાતે લઈ જતા આરોપીઓએ ફરિયાદિને આ બાબ તે પોલીસ કેસ કરશે તો ફરિયાદિના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ પોતાના મોટરસાયકલમાં ફરિયાદીને બેસાડી તેના ઘરે છોડી મુકી આરોપીઓએ નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


