ઊનાના નવાબંદરના પીલુડી વિસ્તારમાં સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગનું રેસ્કયું
જસાધાર એનિમલ કેરમાં સિંહને ખસેડાયો
અગ્ર ગુજરાત, ઊના
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા નવાબંદરના પીલુડી વિસ્તારમાં અચાનક ભારે અફરાતફરી મચી લોકો ના ટોળેટોળાં ઉમટવા લાગ્યા એક આવનારું કુવા મા શિકાર ની શોધમાં નિકળેલા એક ડાલામથ્થો સિંહ અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. જેની ગર્જના સાંભળવા મળતા જીવ બચાવવા નો જંગ પુરો કરવા ઉના ના જસાધાર વન વિભાગના RFO કુલદીપ ચૌહાણને આ ઘટનાની જાણ કરાતા, ફોરેસ્ટર જીતેન્દ્ર બાંભણીયા અને હરદીપભાઈ સહિતની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
રેસ્ક્યુ ટીમ અને સિંહ વચ્ચે 30 મિનિટ સંતાકૂકડી ચાલી હતી વન વિભાગના નિષ્ણાતો દ્વારા સિંહનાં પગમાં દોરડું ફસાવવાનો પ્રયાસ થતો, ત્યારે તે પળવાર માં દોરડું કાપીને ફરી કૂવાના પાણીમાં ઉતરી જતો હતો. તેમ છતાં, વન વિભાગના જવાનોએ પ્રયાસો જારી રાખ્યા હતા.આખરે, 1 કલાકના અથાક પરિશ્રમ બાદ સિંહ દોરડાના ગાળિયામાં બરાબર ફસાયો હતો. વન વિભાગે વ્યુહાત્મક રીતે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કૂવાના કાંઠે પાંજરું ગોઠવ્યું અને વનરાજને સફળતા પૂર્વક પાંજરે પૂરી દેતા રાહતનો શ્વાસ લીધો હતો અને કુવા માંથી સલામત રીતે રેશકયુ કરેલા સિંહ ને વન વિભાગ ના જસાધાર ખાતે આવેલા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા હતા. વન વિભાગની આ સમયસૂચકતા અને સાહસને કારણે માનવ અને વન્યજીવ બંનેની સુરક્ષા સાથે આ રેસ્ક્યુ ઓપરેશન સુખદ રીતે પૂર્ણ થયું હતું.


