સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં બે GCAS હેલ્થ સેન્ટરનો પ્રારંભ
રજીસ્ટ્રેશનમાં સમસ્યા થતી હોવાની ફરિયાદ બાદ સત્તાધીશો દ્વારા સુવિધા શરૂ કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં વિવિધ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે જીસીએએસમાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. છાત્રોની સમસ્યાના નિરાકરણ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં બે હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત 1. ગુજરાતી ભવન તથા 2. કોમ્પ્યુટર સેન્ટર માં GCAS Help Center શરુ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને GCAS Portal બાબતે મુશ્કેલી ન પડે એ માટે GCAS Help Center કાર્યરત કરાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના એડમિશન માટે 02 (બે) GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવન તથા કોમ્પ્યુટર સેન્ટરમાં GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજોમાં કોલેજોમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને GCAS Portal માં ફોર્મ ભરવા કે અન્ય GCAS ની કામગીરીની પુરતી માહિતી મળી રહે અને કોઈ મુશ્કેલી હોય તો તેનું નિવારણ થાય એવા શુભ હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GCAS Help Center શરુ કરવામાં આવેલ છે. દરેક વિદ્યાર્થીઓ જરુર જણાય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GCAS Help Center ની મુલાકાત લેવી. રજાના દિવસોમાં GCAS Help Center બંધ રહેશે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.


