રાજુલાના ચોત્રા ખાતે કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સન્માન
મોમાઇ વડ કમિટી દ્વારા કરાયું અભિવાદન
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામે પાસે આવેલ મોમાઈ માતાજીનું મંદિર જે મંદિર મોમાઈ વડ તરીકે પ્રખ્યાત છે. અહીં એક વર્ષ પહેલા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં દાતોઓ દ્વારા મોટી સંખ્યામાં દાન આપવામાં આવ્યું હતું. ત્યારે એક વર્ષ પૂર્ણ થતા અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજના નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ પક્ષના પ્રતિનિધિઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સાથે મંદિર મહંત સૂર્યપ્રકાશદાસજી દ્વારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને કથાકાર લાખણશીભાઈ ગઢવી દ્વારા અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજ ચુંટાયેલા પ્રતિનિધિઓને મોમાઈ માતાજીની પ્રતિમા આપી તેમજ ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. તેમજ પત્રકાર મિત્રોનું પણ સન્માન કરાયું હતું. રાજુલા જાફરાબાદ ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ અને મંહત સૂર્યપ્રકાશદાસજી અને મોમાઈ વડ કમિટી દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના રાજકીય આગેવાનો વડીલો, યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.


