ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી સ્મૃતિ પખવાડિયા સેવાકાર્ય
ભાજપ યુવા મોરચા દ્વારા વિધાનસભા-૭૦માં રકતદાન કેમ્પ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભકત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનો તા. ૨૩ જૂનના રોજ બલિદાન દિવસથી તા. ૬ જુલાઈ જન્મજયંતી સ્મૃતિ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરી ઉજવવામાં આવે છે. આ તકે વધુમાં જણાવ્યું હતું કે, રકતદાન એ મહાદાન છે, રકતનું એક યુનિટ અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવામાં સહાયરૂપ બને છે, તેથી યુવા મોરચાના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તથા સમાજના વિવિધ વર્ગોના નાગરિકોને આ અભિયાન સાથે જોડીને વધુમાં વધુ રકત એકત્રિત કરવાનો પ્રયાસ કરવો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય માનવસેવાના કાર્યમાં યુવાનોની સક્રિય ભાગીદારી વધારવાનો, રકતની અછત દુર કરવામાં સહયોગ આપવાનો તેમજ ’’સેવા જ સંગઠન’’ ના સંકલ્પને વધુ મજબુત બનાવવાનો છે.
આ અંતર્ગત ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટની ચારેય વિધાનસભામાં મેગા રકતદાન કેમ્પનું આયોજન શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મિલન લીંબાશીયા, મહામંત્રી જયકીશન ઝાલા, હિમાંશુ રાજયગુરૂ ની આગેવાની અને ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી જન્મ જયંતી પખવાડીયાના અંતર્ગત રકતદાન કેમ્પના રાજકોટ મહાનગરના સંયોજક યુવા મોરચાના મંત્રી જય બોરીયા, સહસંયોજક યુવા મોરચાના કાર્યાલય મંત્રી રાહુલ રાઠોડ અને શહેર યુવા મોરચા મંત્રી મોહિત શિયાળની જવાબદારી હેઠળ વિધાનસભા-૭૦ માં ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ તકે રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી યોગેન્દ્રસીંહ જાડેજા, પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા આ રકતદાન કેમ્પના ઈન્ચાર્જ શહેર યુવા મોરચાના અનિરૂધ્ધભાઈ વાળાએ જહેમત ઉઠાવી હતી.


