અકસ્માત કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરતી કોર્ટ
૨૦૨૧ દરમિયાન થયેલ અકસ્માતમાં અદાલતનો ચૂકાદો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ કોર્ટ દ્વારા મહતવનો ચુકાદો આપવામાં આવેલ છે. જેમાં આ કેસનો બનાવ એવી રીતે કે આ કામના ઇજા પામનાર (આરોપી) વિતલ દિનેશભાઈ ગજેરા પોતાની કાર લઈને ફુવાડવા રોડ વકાનેર ચોકડી થી આશરે ૫૦૦ મી. પહેલા એસ. ટી. બસ સાથે ભટકાતાં આ અજી આ અકસ્માતનો બનાવ બનેલ. આ બનાવ થી આ કામના આરોપી ને મલ્ટીપલ ફેકચર જેવી ગંભીર ઇજાઓ થયેલ લ્ટીપલ ફેકય તેમ આ બનાવની ફરિયાદ કુવાડવા પો. સ્ટે. ખાતે તા. ૦૫/૦૯/૨૦૨૧ માં નોંધાયેલ આ અકસ્માત બાદ આરોપી ને શરીરમાં ઘણી બધી જગ્યાએ ઇજાઓ થયેલો અને અને અરજદારને આખા શરીરની ૭૦% જેવી કાયમી ખોડ ખાપણ રહી જતાં નામદાર કોર્ટ એ તેમના મેડીકલ બીલ તથા આરોપી ની આ પરિસ્થિતી જોઈ તથા તપાસીને અને કેસ ચાલુ થતાં આ કામના આરોપી કોર્ટ સમક્ષ હાજર થઈ ને કાયદાકીય ગૂંચવણ ભર્યા પ્રશ્નો માટે તેમણે રાજકોટ ના બાવીશી લો ફર્મ ના એડવોકેટ્સ ને આ કેસમાં વકીલ તરીકે રોકાયેલ હોય અને કેસ આગળ ચાલી જતાં સામે આવેલ કે આ કામના ફરિયાદી ને આ કહેવાતા બનાવ ની કલમ મુજબ ની એક પણ ઇજા પહોચેલ નથી તથા આ કામના આરોપી આશરે ૨ મહિના થી વધુ સમય માટે કોમાં માં હોય તેવું સામે આવતા તથા રાજકોટ ના બાવીશી લો ફર્મ ના એડવોકેટ શ્રેય એસ. બાવીશીની દલીલ તથા હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાચુકાદાઓને ધ્યાને રાખી આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. આ મહત્વપૂર્ણ કેસમાં આરોપી વતી રાજકોટના બાવીશી લો ફર્મના ધારાશાસ્ત્રી સંજય જી. બાવીશી, શ્રેય એસ. બાવીશી તથા મદદનિશ તરીકે કૌશલરાજસિંહ ડી. વાળા રોકાયેલ હતા.


