- વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવા ભામાશાહોની ઉદારતા
- એગ્રોનોમી, બાગાયત વિષયમાં વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ
- સુવર્ણચંદ્રક એનાયત કરવા ભામાશાહો દ્વારા ચાર લાખનું અનુદાન આપ્યું
કૃષિ મહાવિદ્યાલય, જબુગામના વિદ્યાર્થીઓ માટે સુવર્ણચંદ્રક એનાયત કરવા ભામાશાહો દ્વારા ચાર લાખનું અનુદાન આપ્યું હતું. જબુગામ ખાતે આણંદ કૃષિ યુનિ. હસ્તક ચાલતી કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે એગ્રોનોમી અને બાગાયત વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલનું અનુદાન આપ્યું હતું. એગ્રોનોમી વિષય માટે અનુદાન મૂળે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના જસ્કા ગામના વતની ડૉ. વી. વી. સોનાણી કે જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કઠોળ સંશોધન કેન્દ્ર, વડોદરામાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા, તેમના દ્વારા તથા બાગાયત વિષય માટે ડૉ. પિનાકીન ડી. પટેલ, મૂળ અમદાવાદના રહેવાશી તથા હાલમાં કૃષિ મહાવિદ્યાલય, જબુગામમાં જ બાગાયત વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવે છે, તેઓ દ્વારા કૃષિ મહાવિદ્યાલય, જબુગામના વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહિત કરવા આ અનુદાન ભેટ અપાયું હતું.


