- દિવાળીમાં માર્કેટમાં નીકળી માગ
- વેપારીઓની ખરીદીની ડિમાંડ નીકળી
- વેપાર શરૂ કરતા પહેલા થાય છે ચોપડા પૂજન
દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે. ચોપડાપૂજન બાદ જ નવા વર્ષના વેપારની શરૂઆત કરતી અને આખો વર્ષ જમા ઉધારના હિસાબો એ ચોપડામાં લખવામાં આવતા હતા. પરંતુ કમ્પ્યૂટરાઇઝેશનના પરિણામે ચોપડાઓમાં એકાઉન્ટ લખવાનું ઘટી જતાં હવે વેપારીઓઓ દ્વારા દિવાળીના તહેવારોમાં ફકત શુકન માટે જ ચોપડાની ખરીદી કરવામાં આવી રહી છે.
દિવાળી એટલે દીપોત્સવીનો તહેવાર. આ દિવસે વેપારીઓ ચોપડા પૂજનના શુકન કરતા હોય છે, આ ચોપડા પૂજનનું ખૂબ જ મહત્વ રહ્યું છે. ચોપડા પૂજન કરીને વેપારીઓ તેમના ધંધાની શરૂઆત કરતા હોય છે. જો કે ચોપડા ખરીદીમાં આ વખતે 30થી 40% નો ઘટાડો જોવા મળી રહ્યો છે. વેપારીઓ માટે લોકો કહી રહ્યા છે કે કોમ્પ્યુટર યુગ હોવાના કારણે અને લોકો હવે મૂહુર્તમાં નથી માનતા અને તેના કારણે ચોપડાનું વેચાણ પણ હવેથી ઘટી રહ્યું છે. હવે બજારમાં ફકત શુકન પૂરતી જ ખરીદી ચોપડાની રહી ગઇ છે અને જીએસટી અને કોમ્યુટર યુગ હોવાના કારણે વર્ષે ચોપડાનો વેપાર ઘટતો ઘટતો 30થી 40 ટકા જેટલો થઇ ગયો છે. જ્યારે ચોપડાના ભાવમાં વધારો નોંધાયો છે.
જો કે દર વર્ષે ગુજરાતમાં 80 કરોડથી વધુના ચોપડા વેચાય છે. ગુજરાત માં કુલ 8 હજાર થી વધુ ચોપડાની દુકાનો આવેલી છે. મહત્વનું છે કે ચોપડા હિન્દુ વેપારીઓ વેચે છે પરંતુ તેને બનાવનાર મુસ્લિમ કારીગરો છે અને આ ચલણ પણ હાલના જમાનામાં ઘટતું જાય છે. તેની પાછળનું એક મુખ્ય કારણ એકાઉન્ટસ કામગીરીનું કોમ્પ્યૂટરાઇઝેશન ગણી શકાય. આમ તો ચલણમાં આ ઘટાડો છેલ્લા પાંચ છ વર્ષોથી થતો આવ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષોમાં મહત્તમ ઘટાડો નોંધાયો છે.
દિવાળીના તહેવારોમાં ચોપડા પૂજનની પરંપરા અકબંધ જળવાઈ રહી છે. કોમ્પ્યૂટરના વધતા જતા ઉપયોગને કારણે લાલ ચોપડાનો યુગ ધીમેધીમે અસ્ત થઇ રહ્યો છે પણ અમદાવાદમાં બનતા ચોપડા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ મોટા પ્રમાણમાં સપ્લાય થઈ રહ્યા છે. આમ એકસમયે ગુજરાત અને આસપાસના રાજ્યોના વેપારીઓની ઓળખસમાન બની ગયેલા લાલ ચોપડાઓનો યુગ હવે પૂર્ણ થવા તરફ છે અને આ પ્રથા પણ હવે માત્ર એક પરંપરાના પ્રતીકરૂપ બનીને રહી જાય તેવી શક્યતાઓ છે.


