- મહિલા સીટ નીચે બેગ મૂકી સૂઈ ગયા ને તસ્કરો ઉઠાવી ગયા
- મણિનગર પહોંચ્યા પછી તેમને બેગ ચોરી થઈ ગઈ હોવાની જાણ થઈ
- અજાણ્યા ચોર સામે પોલીસ સ્ટેશમનમાં ફરિયાદ
સુરતમાં રહેતા મહિલા ડૉક્ટરની સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ચોરાઈ ગઈ હતી. તેઓ મણિનગર પહોંચ્યા ત્યારે તેમને પોતાની બેગ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જે અંગે તેમણે અજાણ્યા ચોર સામે પોલીસ સ્ટેશમનમાં ફરિયાદ નોધાવી છે.
સુરતમાં રહેતા કોકીલાબેન દેસાઇ ખાનગી હોસ્પિટલમાં ડોકટરની પ્રેક્ટિસ કરે છે. ગત 4 નવેમ્બરે તેઓ સુરતથી કોઇમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને અમદાવાદ આવવા નીકળ્યા હતા. ટ્રેનમાં બેઠા પછી થોડીવાર બાદ તેઓ સૂઈ ગયા હતા. તે સમયે તેમણે પોતાની બેગ સીટની નીચે મૂકી હતી. જેમાં 6.25 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના હતા. ટ્રેન જ્યારે મણિનગર પહોંચી ત્યારે તેમને જાણ થઈ કે, તેમની બેગ સીટ નીચે નથી. તે પછી તેમણે આસપાસ તપાસ કરતા બેગ મળી આવી ન હતી. આ અંગે કોકીલાબેને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


