- જૂનાગઢ જિલ્લા જેલનો નવો વિવાદ
- કાચા કામનો કેદી સિવિલમાં દાખલ
- જેલ તંત્રે આરોપોને નકારી કાઢ્યા
જૂનાગઢ જિલ્લા જેલ વધુ એક વાર વિવાદમાં આવી છે જેલમાં કાચા કામના કેદીને જેલ અધિક્ષક દ્વારા માર માર્યાના આક્ષેપો કેદીના પરિવારજનોએ કર્યા છે જ્યારે જેલ તંત્રએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે.
જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે અયાન મૂળિયાં છેલ્લા 10 દિવસથી જેલની અંદર બંધ છે. છેલ્લા સાત દિવસથી જેલ અધિક્ષક વાળા અને અન્ય કર્મચારીઓ દારૂ પીને રાત્રિના સમયે કાચા કામના કેદી અયાનને માર મારતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કેદીના હાથમાં પહેલા ફ્રેક્ચર થયું હતું જે સળિયા તેના હાથમાં હતા અને તે સળિયાને ડેમેજ કરી દેવામાં આવ્યા છે કેદીની તબિયત નાદુરસ્ત થતાં તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં ખસેડાયો અને બાદમાં આઈ સી યુ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે અમાનુષી વર્તન જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યા છે જેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કેદીના પરિવારે કરી છે.
જેલમાં કાચા કામના કેદીને માર માર્યાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવતા જિલ્લા જેલ ફરી વિવાદમાં આવી છે તો બીજી તરફ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક દ્વારા આ સમગ્ર આક્ષેપોને પાયા વિહોણા ગણાવી કાચા કામના કેદી અયાન મૂળિયાને બેરેકમાં જગ્યા ન હોવાથી પોટા કોર્ટમાં રાખવામાં આવ્યો છે પરંતુ તેને બેરેકની અંદર જવું હોવાથી અને પૂરતી વ્યવસ્થા ન મળતી હોવાથી જેલ તંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ જૂનાગઢ જિલ્લા જેલ વધુ એક વિવાદમાં આવી છે અને કેદી ને માર માર્યાના આક્ષેપો થયા છે તો બીજી તરફ જેલ તંત્ર આક્ષેપોને નકારી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત આ જેલ વિવિધ કારણોસર વિવાદમાં આવી ચૂકી છે. જેને લઈને ઘણો ઉહાપોહ પણ મચ્યો હતો. ત્યારે આ વખતે પણ આવો જ એક વિવાદ સામે આવે તે જેલ તંત્રની કામગીરી પણ પ્રશ્ન ઉભા કરનારૂં બની રહે છે.


