- અમદાવાદ અસારવામાં લોકોની મારપીટ
- તલવાર અને ધારિયા સાથે કરાયો હુમલો
- હુમલામાં 7 લોકો ગંભીર રીતે ઘવાયા
અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલના સમયમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેણે શહેર પોલીસની કામગીરી પર સીધા સવાલો ઉઠાવ્યા છે. જેના લીધે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હોય એવી પણ ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના અમદાવાદના અસારવામાંથી સામે આવી છે.
અમદાવાદના અસારવામાં એક એવી ઘટના સામે આવી છે જેની જાણકારી બાદ આપ ચોંકી જશો. અહીં અસામાજિક તત્વોએ ખુલ્લી તલવારો અને ધારિયાથી રોડ પર આતંક મચાવી દીધો હતો. તેમણે એક અન્ય પક્ષના લોકો પર હુમલો કર્યો હતો જેમાં કુલ 7 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી સામે આવી રહી છે. આ તમામ ઘાયલોને હાલ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
આ મામલે વધુ જાણકારી અનુસાર આ હુમલાની ઘટના અંગત અદાવતમાં બની હોય એવું લાગી રહ્યું છે. તલવાર અને ધારિયા જેવા ખતરનાક હથિયારો સાથે ખુલ્લમખુલ્લા લોકો પર હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કરનાર આ અસામાજિક તત્વો આખરે કોણ છે તેને લઈને લોકોમાં ઘણી જ ચર્ચા છે. પરંતુ આ બનાવના પગલે હાલમાં આ વિસ્તારમાં ઘણો જ તણાવનો માહોલ વ્યાપી ગયો છે અને આ મામલે જાણકારી મળતાં જ પોલીસ પણ તુરંત હરકતમાં આવી હતી.
પોલીસે સ્ટાફને સૂચના મળતાં જ પોલીસ પણ એક્શનમાં આવી હતી અને ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. હાલ આ મામલે વધુ જાણકારી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ આ મામલે વધુ તથ્યો બહાર આવે તેવી શક્યતાઓ છે.


