- બે શ્રમિકોના મૃતદેહને ટેમ્પામાં મુકી લઈ જવાયા પીએમ માટે
- બે મૃતદેહો માટે એમ્બ્યુલન્સની કરાઈ વ્યવસ્થા
- ચારેય શ્રમિકોના ફોરેન્સિક પીએમ કરાશે
સુરતમાં કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં 4 શ્રમિકોના મોતના કેસમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં બે શ્રમિકોના મૃતદેહને ટેમ્પામાં મુકી પીએમ માટે લઈ જવાયા છે. તેમાં બે મૃતદેહો માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી. તથા ચારેય શ્રમિકોના ફોરેન્સિક પીએમ કરાશે.
12 કલાક વીતી ગયા બાદ પણ પોલીસે ફરિયાદ નોંધી નથી
ઉલ્લેખનીય છે કે 12 કલાક વીતી ગયા બાદ પણ પોલીસે ફરિયાદ નોંધી નથી. બલેશ્વર સ્થિત કિરણ ઇન્ડસ્ટ્રીમાં ઘટના બની હતી. જેમાં પલસાણા પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. તેથી પલસાણા પોલીસની શંકાસ્પદ ભુમિકા સામે આવી છે. ચાર મજૂરોનો ફોરેન્સિક પીએમ કરાશે. સુરત સિવિલ હોસ્પિટલ મૃતદેહ ખસેડાયા છે. જેમાં તંત્રની સૌથી મોટી ચુક સામે આવી છે. તેમાં બે મજુરના મૃતદેહ ટેમ્પામાં મુકાયા હતા. ત્યારે સબ સલામતિના બણગા ફૂંકતી તંત્રની વરવી વાસ્તવિકતા સામે આવી છે.
મૃતકોને ટેમ્પામાં મૂકી પીએમ માટે મોકલાઈ
મૃતકોની લાસ ટેમ્પામાં મૂકી પીએમ માટે મોકલાઈ છે. લોકો ટેમ્પામાં લાસ લઈ જતા જોઈ અરેરાટી ફેલાઈ છે. બે મૃતદેહ માટે તંત્રએ એમ્બયુલન્સની વ્યવસસ્થા કરી હતી. સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં નવા વર્ષનો દિવસ શ્રમિકો માટે ગોઝારો બન્યો હતો. પલસાણા તાલુકાના બલેશ્વર નજીક આવેલી કિરણ ઇન્ડસ્ટ્રીઝ મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાઈ જવાના કારણે મોત નિપજ્યા હતા.
દૂષિત પાણીને શુદ્ધ કરવાની ટાંકી સાફ કરવા પ્રથમ બે કામદારો ઉતર્યા
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામ નજીક કિરણ ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાં ચાર શ્રમિકોના મોત થયાં હતાં. મિલના ઇન્ફ્યુલેન્ટ ટ્રીટમેન્ટ નામની મિલમાં બનાવામાં આવેલ ઉંડી ટાંકીમાં ચાર જેટલા શ્રમિકો સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન તેઓને ગૂંગળામણ થઈ હતી. જેને પગલે બારડોલી ફાયર વિભાગ અને કામરેજ ERC ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર જવાનોએ ઊંડી ટાંકીમાં ઉતરી શ્રમિકોને શોધવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન ચારેય શ્રમિકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. રાજેશ , કમલેશ, સેહનવાઝ અને દિપક નામના ચાર કામદારોના મોત થયાનું બહાર આવ્યું છે. દૂષિત પાણીને શુદ્ધ કરવાની ટાંકી સાફ કરવા પ્રથમ બે કામદારો ઉતર્યા હતા. લાંબા સમય સુધી તેઓ બહાર નહીં આવતા અન્ય બે કામદારો અંદર જોવા જતા તેઓ ઓણ ગૂંગળામણને લીધે મોતને ભેટ્યા હતા.


