- હસનપર ગામે હાર્ટ એટેકના કારણે યુવકનું મોત
- હાર્ટ એટેકથી 28 વર્ષિય શૈલેષ દાદરેચાનું મૃત્યુ
- પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી
મોરબીના વાંકાનેરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત થયુ છે. હસનપર ગામે હાર્ટ એટેકના કારણે યુવકનું મોત થયુ છે. જેમાં 28 વર્ષિય શૈલેષ દાદરેચાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. વાંકાનેરમાં વધુ એક યુવાન હાર્ટ એટેકનો શિકાર બન્યો છે.
યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ
વાંકાનેરના હસનપર ગામે હાર્ટ એટેકના કારણે યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. 28 વર્ષિય યુવક શૈલેષ આશોકભાઈ દાદરેચાનું મોત થતા યુવાનોમાં ભય ફેલાયો છે. જેમાં વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી
છેલ્લા એકાદ વર્ષમાં હાર્ટ એટેકને કારણે યુવાનો અકાળે મોતને ભેટી રહયા છે. વાંકાનેરના હસનપરમાં રહેતા 28 વર્ષના આશાસ્પદ યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા સારવારમાં ખસેડવામાં આવતા સારવાર કારગત ન નિવડતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ વાકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા શૈલેશકુમાર અશોકભાઈ દાદરેચા ઉ.28 નામના યુવાનને મેલડી માતાજીના મંદિર પાસે અચાનક હાર્ટ એટેક આવી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવતા સારવાર કારગત ન નીવડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


