- ફરાર બે આરોપીને ઝડપવા વડોદરા પોલીસ એક્શનમાં
- આરોપી નીતિન કોટવાણી, ભાવેશ સેવકાણી છે ફરાર
- આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે બનાવી ટીમ
ખેડામાં સીરપકાંડમાં 6ના મોતના કેસમાં ફરાર બે આરોપીને ઝડપવા વડોદરા પોલીસ એક્શનમાં છે. આરોપી નીતિન કોટવાણી, ભાવેશ સેવકાણી ફરાર છે. તેમાં આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી છે. ગત રાતે આરોપીઓના કુટુંબીજનોની પૂછપરછ કરી હતી.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી
નડિયાદના સીરપકાંડમાં 6 લોકોનો ભોગ લેવાયો હતો. તેમાં આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીને ઝડપી પાડવા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. સીરપ કાંડમાં કનેક્શન ખુલતા જ બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા હતા. સીરપ કાંડના આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇના વડપણ હેઠળ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઇ છે.
ક્રાઈમ બ્રાન્ચ આરોપીની ભાળ મેળવવા આશ્રય સ્થાનો પર પહોંચી
નડિયાદના ચકચાર ભર્યા સીરપ કાંડ કેસમાં 6 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ આરોપી નીતિન અને ભાવેશની ભાળ મેળવવા આશ્રય સ્થાનો પર પહોંચી છે. ખેડા સિરપ કાંડ મામલે ખેડા એસપી રાજેશ ગઢિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ઈન્ચાર્જ નડીયાદ ગ્રામ્ય પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં 5 આરોપીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. Dy.SP ની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે.
જિલ્લાની તમામ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરવામાં આવી
કિશોર અને ઈશ્વર બંને કરીયાણાની દુકાનમાં સીરપ વેચતા હતા. યોગેશ સિંધી નામનાં વ્યક્તિ પાસેથી સીરપ લાવતા હતા. વડોદરાનાં 2 લોકો પાસેથી દિવાળી પહેલા સીરપ મંગાવી હતી. મિથેનોલ આલ્કોહોલ લેબ ટેસ્ટ સેમ્પલમાં મળી આવ્યા છે. મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું હતું. યોગેશ અને વડોદરાનાં 2 લોકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. મેન્યુફેક્ચરિંગ ક્યાં થતું તે તપાસ ચાલી રહી છે. તેમજ જિલ્લાની તમામ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરવામાં આવી છે.


